અમદાવાદ / એરપોર્ટ ઓથોરિટી ફરી વિવાદમાં, 3.36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી ડોમેસ્ટિક એરપોર્ટ સીલ કરાશે!

એરપોર્ટ ઓથોરિટીએ વર્ષ 2015-16થી એક પણ રૂપિયો ટેક્સનો ચૂકવ્યો નથી: ફાઈલ
એરપોર્ટ ઓથોરિટીએ વર્ષ 2015-16થી એક પણ રૂપિયો ટેક્સનો ચૂકવ્યો નથી: ફાઈલ

  • અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડે એરપોર્ટ ઓથોરિટીને નોટિસ ફટકારી
  • 5 વર્ષની સરખામણી 72% વધુ નફો કરતા પણ ટેક્સ ભરવામાં રસ નથી
  • છેલ્લા 4 વર્ષના વ્યાજ સાથે 3.36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી
  • જો એરપોર્ટ સીલ થશે તો દરરોજ 200 ડોમેસ્ટિક ફ્લાઈટ પર રોક લાગશે

Divyabhaskar.com

Sep 05, 2019, 05:52 PM IST

અમદાવાદ: સમયસર પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ન કરતા એરપોર્ટ ઓથોરિટી ફરીથી વિવાદમાં આવી છે. છેલ્લા ચાર વર્ષના વ્યાજ સાથે 3.36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરપાઈ ન કરતા અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડે નોટિસ ફટકારી છે. જેથી હવે ડોમેસ્ટિક એરપોર્ટ સીલ થાય તેવી નોબત આવી ગઈ છે. 2017-18માં અમદાવાદ એરપોર્ટે 375 કરોડથી વધુ નફો કર્યો હતો. છેલ્લા 5 વર્ષની સરખામણીએ 72 ટકા વધુ નફો હોવા છતાં ઓથોરિટી ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે.

અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે એરપોર્ટ ડિરેક્ટરને નોટિસ ફટકારી
જો ડોમેસ્ટિક એરપોર્ટને સીલ કરાશે તો દરરોજ 47 હજાર મુસાફરો સાથે 200 ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન પર રોક લાગી જશે. કેન્ટોન્મેન્ટ બોર્ડના અધિકારીઓ જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટમાં સમાવિષ્ટ ગુજસેલ, ટર્મિનલ 1,3 અને 4 સહિત અન્ય કુલ 6.55 લાખ સ્કેવર ફૂટ જગ્યા જે અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે વર્ષોથી લીઝ પર આપેલી છે. જે ટર્મિનલની ઓથોરિટી કોમર્શિયલ વપરાશ કરી તેમાથી લાખોની આવક ઉભી કરી રહી છે. પરંતુ કેન્ટોન્મેન્ટ બોર્ડને વર્ષ 2015-16થી અત્યાર સુધીનો એકપણ રૂપિયો ટેક્સનો ચૂકવ્યો નથી.

X
એરપોર્ટ ઓથોરિટીએ વર્ષ 2015-16થી એક પણ રૂપિયો ટેક્સનો ચૂકવ્યો નથી: ફાઈલએરપોર્ટ ઓથોરિટીએ વર્ષ 2015-16થી એક પણ રૂપિયો ટેક્સનો ચૂકવ્યો નથી: ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી