• Home
  • Business
  • Ahmedabad based company Motivation Engineers and DRDO sign an agreement to build an ultraviolet disinfection tower

કોવિડ-19 / અમદાવાદની કંપની મોટીવેશન એન્જીનિયર્સ અને DRDO વચ્ચે અલ્ટ્રાવાયોલેટ ડિસઈન્ફેક્શન ટાવર બનાવવા કરાર

Ahmedabad-based company Motivation Engineers and DRDO sign an agreement to build an ultraviolet disinfection tower
X
Ahmedabad-based company Motivation Engineers and DRDO sign an agreement to build an ultraviolet disinfection tower

  • આ ટાવર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળોને ચેપ મુક્ત કરવામાં વપરાશે
  • એરપોર્ટસ, શોપીંગ મોલ્સ, મેટ્રો, હોટલો, ફેક્ટરીઓ અને ઓફિસો જેવા સ્થળો માટે ઉપયોગી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:18 PM IST

અમદાવાદ. અમદાવાદ સ્થિત ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર, મોટીવેશન એન્જીનિયર્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડે (MEIPL) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે અલ્ટ્રાવાયોલેટ (UV) ડિસઈન્ફેક્શન ટાવરના નિર્માણ માટે કરાર કર્યા છે.  વાઇબન નામનો આ ડિસઈન્ફેક્શન ટાવર એ અલ્ટ્રાવાયોલેટ આધારિત એરિયા સેનિટાઈઝર છે, જેનો ઉપયોગ જ્યાં મોટાપાયે ચેપ લાગવાની સંભાવના હોય તેવા વિસ્તારોને ઝડપી અને કેમિકલ ફ્રી ડિસઈન્ફેક્શન માટે કરવામાં આવશે. વાઇબનની ડિઝાઈન અને ડેવલપમેન્ટ દિલ્હી સ્થિત ટોચની DRDOની લેબોરેટરીના લેસર સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર દ્વારા કરવામાં આવ્યો છે. 

કંપનીએ DRDO સાથે ટેકનોલોજી ટ્રાન્સફરના કરાર કર્યા
MEIPLના ફાઉન્ડર અને ડિરેક્ટર સુનિલ શાહ જણાવે છે કે, વાઇબન માટે મોટીવેશન એન્જીનિયરર્સે રાષ્ટ્રની ટોચની સંશોધન સંસ્થા DRDO સાથે ટેકનોલોજી ટ્રાન્સફરના કરાર કર્યા છે. હકિકતમાં કેમિકલ આધારિત સેનેટાઈઝર્સ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે નુકશાનકારક છે. વાઇબન ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટસ, કોમ્પ્યુટર્સ અને ઓફિસો અને લેબોરેટરીઝના અન્ય ગેઝેટસની ઉચ્ચ ટેકનોલોજી ધરાવતી સપાટીઓ કે જેને કેમિકલ યુક્ત સેનેટાઈઝરથી ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટસને નુકશાન થઈ શકે તેવા સાધનોને ચેપ મુક્ત કરવા માટે ઉપયોગી બની શકે છે.

વધુ લોકો ભેગા થતા હોય તેવી જગ્યાને ડિસઈન્ફેક્ટ કરવામાં ઉપયોગી
અમદાવાદની આ કંપની કે જે ટોચના ઉદ્યોગોને છેલ્લા ત્રણ દાયકાથી નવતર પ્રકારના ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરાં પાડી રહી છે. કંપની જણાવે છે કે વાઇબન જ્યાં મોટી સંખ્યામાં લોકો  એકત્ર થતા હોય તેવા એરપોર્ટસ, શોપીંગ મોલ્સ, મેટ્રો, હોટલો, ફેક્ટરીઓ અને ઓફિસો તથા અન્ય સ્થળો માટે પણ ઉપયોગી છે. વાઇબન ખાસ કરીને હાલમાં ચાલી રહેલ કોવિડ-19 મહામારીમાં મોટા વિસ્તારોને ચેપ મુક્ત કરવા જરૂરી હોય તેવા વિસ્તારો માટે આવશ્યક બની રહે છે.

ટાવરનું સંચાલન કોમ્પ્યુટર કે એપથી થઇ શકે છે
સુનિલ શાહે જણાવ્યું હતું કે, વાઇબન તેની અતિ આધુનિક ટેકનોલોજી ખૂબ જ લાભદાયી છે. તેનો એક લાભ એ છે કે તેનું સંચાલન દૂરથી વાઈ-ફાઈનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર કે એપ મારફતે થઈ શકે છે. તેનાથી 360 ડીગ્રી પ્રકાશ ફેલાય છે અને 12x12ની ક્ષમતાનો રૂમ માત્ર 10 મિનિટમાં જ ચેપમુક્ત કરી શકાય છે. રૂમ ઓચિંતા ખોલવામાં આવે ત્યારે અથવા તો માનવ દરમ્યાનગીરી થાય ત્યારે વાઇબનની અસર તાત્કાલિક બંધ થાય છે, જે તેનું બીજુ સલામતિનું ફીચર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી