કોરોના વાઇરસ / અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી આગામી 31 માર્ચ અને તેજસ એક્સપ્રેસ અનિશ્ચિત મુદ્દત સુધી રદ કરી

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 08:19 PM IST
અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે દેશનો રેલ વ્યવહારને પણ અસર પડી છે. જેને કારણે રેલવે પ્રશાસને અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી આગામી 31મી માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાઇરસને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લઇને રેલવે એ ઘણી ટ્રેન રદ કરવાની ફરજ પડી છે. જેને લઇને અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી 24મી માર્ચ સિવાય આગામી 31મી માર્ચ સુધી રદ રહેશે. જ્યારે અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી 25મી માર્ચ સિવાય 1 એપ્રિલ સુધી રદ રહેશે. જ્યારે અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસને પણ અનિશ્ચિત મુદ્દત સુધી રદ કરવામાં આવી છે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી