સુરત / નવા સાહસિકોને રૂપિયા પાંચ કરોડની સબસિડી આપવા BOB સાથે સમજૂતી

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશન
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશન

  • ચેમ્બરના 4 દિવસીય ઉદ્યોગ એક્ઝિબિશનનું સરસાણામાં ઉદ્દઘાટન કરાયું

Divyabhaskar.com

Jan 25, 2020, 01:57 AM IST

સુરતઃ ટેક્સટાઈલ મશીનરી સહિતના સેક્ટરમાં ગ્રોથ કરવાની ઈચ્છા રાખતાં ઉદ્યોગ સાહસિકોને રૂ.5 કરોડ સુધીની લોન હવે સરકાર તરફથી આપવામાં આવશે. જેના માટે બેંક ઓફ બરોડા સાથે સમજૂતી કરી હોવાનું એમએસએમઈ કમિશનર જે.રણજીથ કુમારે શુક્રવારે સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું છે. શુક્રવારે ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગ એક્ઝિબિશનનું સરસાણાં ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. તા.24 થી 27 જાન્યુઆરી દરમિયાન આ એક્ઝિબિશનમાં સુરત સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ 200 એક્ઝિબિટર્સ મશીનરીઓ પ્રર્દશિત કરશે. ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેલા એમએસએમઈ કમિશનર જે. રણજીથ કુમારે જણાવ્યું હતું એમએસએમઇ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રિના ગ્રોથ માટે ઘણી સબસિડી જાહેર કરી છે. નવા ઉદ્યોગ સાહસિકોને રૂ.5 કરોડ કે તેથી વધુની લોન માટે રાજય સરકારે બેંક ઓફ બરોડા સાથે સમજુતિ કરાર કર્યા છે. જ્યારે સાંસદ દર્શના જરદોશે સમારોહને સંબોધતા જણાવ્યુ કે,હવે ઉદ્યોગકારો કે નવા ઉદ્યોગ સાહસિકો પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરી શકાશે, મંજૂરી પણ મળી જશે.

ઈન્ડિજિનિયસ મશીનોની ડિમાન્ડ
ઉદ્યોગ એક્ઝિબિશનના ચેરમેન વિજય મેવાવાળા-કો-ચેરમેન નવિન બોમ્બેવાળા જણાવે છે કે, ઈન્ડીજીનિયસ ટેક્સટાઈલ મશીનોની ડિમાન્ડ વધી રહી છે. મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન હેઠળ ઈન્ડિયન મિકેનિઝમવાળી મશીનર પ્રદર્શનમાં મૂકી છે. વેલ્યુએડીશનના સ્ટેજ ઘટાડી દેતી-હાઈસ્પીડ મશીનરી જેવી કે 800 થી 1000 RPM સ્પીડવાળા રેપિયર-વોટરજેટની ડિમાન્ડ છે.

X
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશનચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી