ટેક્સ ફ્રી / યુપી બાદ હવે દિલ્હીમાં ‘સાંડ કી આંખ’ ટેક્સ ફ્રી થઈ

After UP, Saand Ki Aankh' is tax free in Delhi

Divyabhaskar.com

Oct 25, 2019, 07:08 PM IST

મુંબઈઃ ઉત્તર પ્રદેશ બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રીએ ‘સાંડ કી આંખ’ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ છે, આ ફિલ્મની સાથે અક્ષય કુમારની ‘હાઉસફુલ 4’ તથા રાજકુમાર રાવ-મૌની રોયની ‘મેડ ઈન ચાઈના’ પણ રિલીઝ થઈ છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી, દિલ્હી સરકાર તાપસી પન્નુ તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘સાંડ કી આંખ’ને ટેક્સ ફ્રી કરી છે. આ ફિલ્મનો મેસેજ દરેક લોકોને અસર કરે છે. આ ફિલ્મ સોશિયો-કલ્ચર પર આધારિત છે. તાપસી પન્નુએ તરત જ આભાર વ્યક્ત કર્યો હતો. દિલ્હીમાં ‘સાંડ કી આંખ’નું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું અને તેમાં અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના એજ્યુકેશન મિનિસ્ટર મનિષ સિસોદિયા પણ હાજર રહ્યાં હતાં.

ઓપનિંગ 3-4 કરોડ થાય તેવી શક્યતા
‘સાંડ કી આંખ’નું ઓપનિંગ 3-4 કરોડની આસપાસ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મ હરિયાણાની શૂટર દાદીઓ પ્રકાશી તથા ચંદ્રો તોમર પર આધારિત છે.

X
After UP, Saand Ki Aankh' is tax free in Delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી