નિર્ભયા કેસ / ચુકાદો આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું મારી દિકરીને ન્યાય મળ્યો

  • ડેથ વોરન્ટ પર સુનાવણી દરમિયાન એક ઓરોપીની માતા રડી પડી
  • નિર્ભયાની માતાએ કહ્યું કે અમે તો વર્ષોથી રડી રહ્યા છે
  • કોર્ટના ચુકાદા પર નિર્ભયાના માતા-પિતાએ ખુશી વ્યક્ત કરી

Divyabhaskar.com

Jan 07, 2020, 09:05 PM IST

નવી દિલ્હીઃ નિર્ભયા મામલામાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે મારી પુત્રીને આજે ન્યાય મળ્યો છે. બીજી તરફ ડેથ વોરન્ટ અરજી પર કોર્ટમાં સુનાવણી દરમિયાન એક એવી ક્ષણ પણ આવી જ્યારે એક ઓરોપીની માતા રડી પડી. આ અંગે નિર્ભયાની માતાએ કહ્યું કે અમે તો વર્ષોથી રડી રહ્યા છે. આ પહેલા નિર્ભયાના વકીલોએ ડેથ વોરન્ટ ઈસ્યુ કરવાની માંગ કરી હતી. જોકે આ પછી પણ 14 દિવસનો સમય હોય છે ત્યાં સુધી આરોપી ઈચ્છે તો કાયદાકીય મદદ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં આરોપીઓને સજા આપવા માટે થઈ રહેલી દલીલો પુરી થઈ ચુકી છે. આ મામલામાં કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
નિર્ભયાના પિતાએ કહ્યું- પીડિતોને ન્યાય મળશે તો આવી ઘટનાઓ અટકી જશે

વીડિયો કોન્ફોરન્સિંગથી થઈ સુનાવણી

આ પહેલા આરોપીઓને વીડિયો કોન્ફોરન્સિંગથી રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય કોર્ટે કોર્ટ રૂમ ખાલી કરવાનો આદેશ આપ્યો એટલે કે બંધ રૂમમાં સુનાવણી થશે, જ્યાં કેમેરો હશે નહિ.

સાક્ષીઓ પર કેસ ચલાવવાની અરજી કોર્ટે ફગાવી

આ પહેલા એક અન્ય મામલામાં નિર્ભયા મામલાના સાક્ષીઓ પર કેસ નોંધાવવાની માંગ કરતી અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું આ અરજીમાં એવું કઈ જ નથી, જેની પર કેસ નોંધવા માટેનો આદેશ આપી શકાય. કોર્ટમાં દોષી પવન ગુપ્તાના પિતા હીરા લાલે અરજી દાખલ કરી માંગ કરી હતી કે આ મામલામાં સાક્ષીઓ પર કેસ નોંધવામાં આવે, કારણ કે તેમણે ખોટા નિવેદનો આપ્યા છે.
કોર્ટની ટિપ્પણી

અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટ કહ્યું કે એક સાક્ષીની વિશ્વસનીયતાનો અંદાજ એ બાબત પરથી ન લગાવી શકાય કે તે કોર્ટની બહાર શું કહે છે. કોઈ પણ સાક્ષીને કોર્ટમાં શપથ લેવડાવ્યા બાદ નિવેદન લેવામાં આવે છે. સાક્ષી કોર્ટની બહાર શું કહે છે, તેની પરથી કોર્ટ તેની વિશ્વસનીયતા પર સવાલ ન ઉઠાવી શકે. પવન ગુપ્તાના પિતાએ અરજીમાં કહ્યું હતું કે નિર્ભયા કેસમાં સાક્ષીએ ઘણી ચેનલોમાં પૈસા લઈને નિવેદન આપ્યું. તેના નિવેદનોના કારણે તે મીડિયા ટ્રાયલ બન્યુ અને કેસ પર તેની અસર પડી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી