સુરત / માતાના અવસાન બાદ ડિપ્રેશનમાં રહેતા દીકરાએ નવમા માળેથી મોતની છલાંગ મારી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આઠ વર્ષ પહેલા માતાનું અવસાન થયું હતું
  • માતાના અવસાન બાદ ડિપ્રેશનમાં રહેતો હતો

Divyabhaskar.com

Dec 08, 2019, 06:29 PM IST

સુરતઃ પારલે પોઈન્ટ ખાતે મોડી રાત્રે માતાના મૃત્યુ બાદ ડિપ્રેશનમાં રહેતા દીકરાએ એપાર્ટમેન્ટના નવમા માળે ગેલેરીમાંથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું

મળતી માહિતી પ્રમાણે, પારલે પોઇન્ટ ખાતે પ્રતિષ્ઠા કોમ્પલેક્ષમાં અભિષેક મહેન્દ્રભાઈ શાહ(ઉ.વ.25) પરિવાર સાથે રહેતો હતો. આઠ વર્ષ પહેલા અભિષેકની માતા સરોજબેને ડિપ્રેશનમાં રહેતા હોવાથી આત્મહત્યા કરી હતી. જોકે, ત્યારથી સતત અભિષેક માતાના વિરહમાં ઝુરતો હતો. જેથી રાત્રે નવમા માળે ગેલેરીમાંથી નીચે કુદી પડ્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વોચમેનની નજર તેના પર પડતા તેના પરિવારજનોને જાણ કરી હતી. જેથી તેના પરિવારે પોલીસને જાણ કરતા ત્યાં ધસી આવી કાર્યવાહી કરી તેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાત્રિના સમયે ઊંઘ પણ આવતી ન હતી

પરિવારજનોએ જણાવ્યું હતું કે, માતાના મોત બાદ ડિપ્રેશનમાં રહેતો હોવાથી અભિષેકને રાત્રિના સમયે ઊંઘ પણ આવતી ન હતી. જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. તે એક બહેનનો એકનો એક લાડકવાયો હતો. તેના પિતા અગાઉ કાપડના ધંધા સાથે સંકળાયેલા હતા અને હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી