તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After The Failure Of 'Ghost Stories' Karan Johar Said, I Will Never Direct A Horror Movie

‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની નિષ્ફળતા બાદ કરન જોહરે કહ્યું, હું ક્યારેય હોરર ફિલ્મ ડિરેક્ટ કરીશ નહીં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ થોડાં સમય પહેલાં જ નેટફ્લિક્સ પર ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ સ્ટ્રીમ કરવામાં આવી હતી પરંતુ આ ફિલ્મને નેગેટિવ રિવ્યૂ મળ્યાં હતાં. આ ફિલ્મને ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી, અનુરાગ કશ્યપ તથા કરન જોહરે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ ‘લસ્ટ સ્ટોરી’ જેટલી સફળ થઈ નહીં. હવે, કરન જોહરે આ અંગે વાત કરી હતી. 

શું કહ્યું કરન જોહરે?
અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કરન જોહરે કહ્યું હતું કે હવે તે ક્યારેય હોરર ફિલ્મ બનાવશે નહીં. તે હોરર સાથે કનેક્ટ થઈ શકતો નથી અને તેથી જ તે આ પ્રકારના જોનરની ફિલ્મ ડિરેક્ટ કરશે નહીં. વધુમાં કરને કહ્યું હતું કે ‘ઘોસ્ટ સ્ટોરી’ તેની પહેલી તથા છેલ્લી હોરર મૂવી છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. 

21 વર્ષની સફરમાં ‘ઘોસ્ટ સ્ટોરી’ સૌથી મોટો પડકાર
ઈન્ટરવ્યૂમાં કરને કહ્યું હતું કે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ બનાવવી તેના માટે પડકારજનક કામ હતું. કારણ કે તેને હોરર સ્ટોરી જોવી પસંદ નથી અને તેથી જ તેના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ફિલ્મને ડિરેક્ટ કરવાની હતી. ફિલ્મના અનુભવ અંગે કરને કહ્યું હતું કે દરેક ફિલ્મ નિર્માતા-ડિરેક્ટર્સે ક્યારેક ને ક્યારેક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવું જોઈએ. કરને વધુમાં કહ્યું હતું કે તેની 21 વર્ષની બોલિવૂડ કરિયરમાં ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ તેના માટે સૌથી પડકારરૂપ હતી.
ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સ ઓરિજિનલ એન્થોલોજી ‘લસ્ટ સ્ટોરીઝ’ની સીક્વલ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ હતી. ‘લસ્ટ સ્ટોરીઝ’ વર્ષ 2018માં આવી હતી. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં અવિનાશ તિવારી, ગુલશન ગુલશન દેવાઇહ, વિજય વર્મા, મૃણાલ ઠાકુર, રઘુબીર યાદવ, સુરેખા સિકરી, સુકાંત ગોયેલ અને ઇન્ટરનેટ સ્ટાર કુશા કપિલા તથા જાહન્વી કપૂર લીડ રોલમાં હતાં. ફિલ્મના ચોથા પાર્ટને કરન જોહરે ડિરેક્ટ કર્યો હતો, જેમાં મૃણાલ ઠાકુર તથા અવિનાશ તિવારી લીડ રોલમાં હતાં. કરન જોહરના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ‘દોસ્તાના 2’, ‘તખ્ત’, ‘સૂર્યવંશી’, ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ અને ‘ભૂત પાર્ટ 1: ધ હોન્ટેડશિપ’ છે. કરન જોહર ‘તખ્ત’ને ડિરેક્ટ કરી રહ્યો છે, જ્યારે બાકીની ફિલ્મ્સમાં તે પ્રોડ્યૂસર છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો