લોકસભા પરિણામ / કોંગ્રેસની હાર બાદ હાર્દિક પટેલનું ટ્વિટ, ભાજપને જનતાએ નહીં બેમાનીએ જીતાડ્યો

After the defeat of Congress, hardik Patel tweeted, BJP won by not the people but dishonesty

divyabhaskar.com

May 23, 2019, 01:47 PM IST

અમદાવાદઃ કેન્દ્રમાં ફરીવાર ભાજપ સરકાર બની રહી છે અને ગુજરાતમાં પણ તમામ 26 બેઠકોના વિજય સાથે 2014નું પુનરાવર્તન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ટ્વિટ કરીને ભાજપની જીતને બેઈમાનીની જીત ગણાવી છે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઈમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી છે. અમે ઈમાન સાથે મેદાનમાં હતા. જનતાએ નહીં બેમાનીએ ભાજપને જીતાડ્યો છે. તમે મને ગાળો આપી શકો છો, પણ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના મુખ પર ખુશી નથી. ભારત માતા કી જય.

X
After the defeat of Congress, hardik Patel tweeted, BJP won by not the people but dishonesty
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી