રાજ્યસભા ચૂંટણી / CM રૂપાણીના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્યો મેદાને કહ્યું, કોંગ્રેસમાં નહીં ભાજપમાં આંતરિક વિખવાદ

After Rupani's statement, Congress MLAs told  internal dispute in BJP not in Congress

Divyabhaskar.com

Mar 11, 2020, 04:43 PM IST

ગાંધીનગરઃ આગામી 26 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં વ્યાપક અસંતોષ છે. ગુજરાતની નેતાગીરી બદલવાને પણ આંતરિક બધું ચાલી રહ્યું હોવાની વાત કરતાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રમુખે વળતા પ્રહારો કરતા જવાબો આપ્યા છે. કોંગ્રેસના ભરતજી ઠાકોરે કોંગ્રેસમાં નહીં પરંતુ ભાજપમાં વિખવાદ હોવાનું અને મુખ્યમંત્રી બદલવાની વાત ચાલતી હોવાનું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રીના નિવેદન બાદ કોંગ્રેસના કયા નેતાએ શું કહ્યું
અમિત ચાવડા, કોંગ્રેસ પ્રમુખ

વિજયભાઇને કોઇ મુખ્યમંત્રી ગણે છે કે નહીં તે પ્રજાને અને તેમના મંત્રીને પૂછો. અડધી પીચે રમવાની વાતો કરે છે. પણ ભ્રષ્ટાચારની ચિંતા કરે. તેમના ધારાસભ્યો જાહેરમાં બોલતા થયા છે. તેમના જ મત વિસ્તારમાં દારૂની રેલમછેલ થાય છે. એમના ધારાસભ્યો તેમને ગણતા નથી. મધ્યપ્રદેશ અંગે તેમણે જણાવ્યું છેકે, ભાજપના શાસકો પ્રજા વચ્ચે જીતી શકતા નથી ત્યારે ધારાસભ્યો ખરીદી સત્તા મેળવે છે. મધ્યપ્રદેશની ઘટના કમનસીબ છે. આગળના સમયમાં ફ્લોર પર જોવા મળશે. કેતન ઇનામદાર અને બીજા ધારાસભ્યોના પડઘા હજુ સંભળાઈ રહ્યાં છે. એટલે કે મુખ્યમંત્રીની ઉંઘ ઉડી ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં ધારદાર રજૂઆત કરે ત્યારે તેમના મંત્રી લોંજમાં મળી અમને અભિનંદન આપે છે.

ભરતજી ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય
ભાજપમાં વિખવાદ છે. મુખ્યમંત્રી બદલવાની વાત ચાલે છે. અમે ઓફર કરી છે. 15 ધારાસભ્ય લઇને આવી જાવ તો તમે મુખ્યમંત્રી બની જશો. અમારામાં કોઇ વિખવાદ નથી.

ચંદનજી ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય
અત્યારે એવું કંઇ નથી. જેટલી ચૂંટણી આવી તેમાં ભાજપ ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરે છે. મને એવી કોઇ ઓફર થઇ નથી.

ડૉ. અનિલ જોષીયારા, કોંગ્રેસ ધારાસભ્ય
કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી. તેમની આશા ઠગારી નિવડી છે. અમારી બે સીટ રાજ્યસભામાં આવશે. હું જ્યાં છું ત્યાં બરાબર છું. મને કોઇ ઓફર કરવામાં આવી નથી.

રાજેન્દ્ર ઠાકોર, કોંગ્રેસ ધારાસભ્ય
અમારા તમામ ધારસભ્યો એક જ છે. અમારામાં કોઇ વિખવાદ નથી. અમારા વિપક્ષ નેતા અને પ્રમુખના નેતૃત્વમાં રાજ્યસભાની 2 સીટો જીતીશું. મને કોઇ ઓફર કરવામાં આવી નથી.

X
After Rupani's statement, Congress MLAs told  internal dispute in BJP not in Congress

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી