અમદાવાદ / ગુજરાત સરકાર ‘કેમ છો’ ડોનાલ્ડ ટ્રમ્પની તડામાર તૈયારીમાં લાગી, 20 કરોડના ખર્ચે ટેક્નોલોજીથી સજ્જ રંગારંગ કાર્યક્રમોનું આયોજન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.
મોટેરાની મુલાકાતે પહોંચેલા મુખ્ય સચિવ અનિલ મુકિમ,મ્યુ. કમિશનર નહેરા, ડીજીપી શિવાનંદ ઝા અને સ્પે. કમિશનર અજય તોમર
મોટેરાની મુલાકાતે પહોંચેલા મુખ્ય સચિવ અનિલ મુકિમ,મ્યુ. કમિશનર નહેરા, ડીજીપી શિવાનંદ ઝા અને સ્પે. કમિશનર અજય તોમર

  • 25 ફેબ્રુઆરીએ મોદી-ટ્રમ્પની જોડી 50થી 60 હજાર લોકોને અમદાવાદના મોટેરાથી કહેશે ‘કેમ છો’
  • ટ્રમ્પની કચેરી તરફથી દિલ્હીમાં જ કાર્યક્રમનો આગ્રહ હતો, પણ 
  • CAA વિરોધ પ્રદર્શનને કારણે અમદાવાદ પર પસંદગી ઉતારાઇ

Divyabhaskar.com

Jan 25, 2020, 10:00 AM IST

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખની કચેરી તરફથી આખરી મંજૂરી બાદ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 50થી 60 હજાર લોકોને ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં હાથ પરોવી કહેશે ‘કેમ છો’. આ કાર્યક્રમના આયોજન પાછળ 20 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મુકાયો છે અને તેમાંનો મોટો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે તેવું સૂત્રો જણાવે છે.
ભારત અને અમેરિકા વચ્ચેના આપસી સંબંધો પરની એક સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરાશે
શુક્રવારે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલ મુકીમે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઇ આયોજન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા તથા અન્ય સંબંધિત લોકો સાથે ચર્ચા કરી હતી. 150 પોલીસમેનના કાફલા સાથે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ સ્ટેડિયમની સુરક્ષાના આયોજનની સમીક્ષા કરી હતી. ખૂબ ઉચ્ચસ્તરીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દુનિયાની અદ્યતન ટેક્નોલોજીથી ભરપૂર એવો એક રંગારંગ કાર્યક્રમ અહીં યોજાવા જઇ રહ્યો છે, જેમાં ભારત અને અમેરિકા વચ્ચેના આપસી સંબંધો પરની એક સંગીતમય પ્રસ્તુતિ પણ રજૂ કરાશે. ભારતીય લોકોએ અમેરિકા જઇને ત્યાં કરેલો વિકાસ અને અમેરિકામાં વસતાં એનઆરઆઇએ વતન ભારતની પ્રગતિમાં આપેલા યોગદાનની થીમ આધારિત આ કાર્યક્રમની સંકલ્પના રહેશે. આ ઉપરાંત ભારતનો ઇતિહાસ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે પણ અહીં ઝાંખી કરાવવામાં આવશે.

મ્યુ.કમિશનર નહેરા સાથે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહેલા મુખ્ય સચિવ અનિલ મુકીમ(બ્લૂ ટીશર્ટ)

જે લોકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે તેમાં અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલાં અને સફળ બનેલા બિઝનેસમેન ઉપરાંત ભારતમાં રોકાણ કરનારી અમેરિકન કંપનીઓના પ્રતિનિધીઓ, ભારતીય કોર્પોરેટ જગતના લીડર્સ, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓને અહીં વિશેષ આમંત્રણ અપાશે. આ સાથે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયની સંસ્થાઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
મોદી અને ટ્રમ્પ સાથે જ દિલ્હીથી આવશે
સાંજના સમયે યોજાનારાં આ કાર્યક્રમમાં મોદી અને ટ્રમ્પ સાથે જ દિલ્હીથી આવશે અને કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ તરત જ દિલ્હી પરત ફરશે. આ સિવાય અન્ય કોઇપણ સ્થળે તેઓ જશે નહીં. ગુજરાત સિવાય ભારતના અન્ય પ્રાંતોમાંથી પણ યુએસમાં સ્થાયી થયેલાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે.
દિલ્હીમાં CAA સામેના વિરોધને કારણે અમદાવાદને કાર્યક્રમની યજમાની મળી
ટ્રમ્પના કાર્યાલય તરફથી ભારત સરકારને આગ્રહ કરાયો હતો કે સુરક્ષાના કારણોસર અમેરિકન પ્રમુખ દિલ્હી અને એનસીઆર સિવાયના સ્થળે પ્રવાસ નહીં કરી શકે. પરંતુ દિલ્હીમાં સીએએની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે મોદી સરકારે આ કાર્યક્રમ માટે શ્રેષ્ઠ સ્થળ અમદાવાદ જ રહેશે તેવું નક્કી કર્યું છે.
તાજમહલ જોવાનો વિદેશી નેતાઓનો શિરસ્તો તોડી ટ્રમ્પ અમદાવાદ આવશે
વિદેશના નેતાઓ એક રિવાજ અનુસાર ભારત પ્રવાસ દરમિયાન આગ્રાના તાજમહલની મુલાકાત લે છે, પરંતુ ટ્રમ્પ એ શિરસ્તો તોડીને તાજ જોવા જવાને બદલે અમદાવાદ આવશે. ટ્રમ્પના પત્ની મેલેનિયા તેમની સાથે આ પ્રવાસમાં હાજર રહેશે પરંતુ તેઓ અમદાવાદ આવશે નહીં અને તેઓ આગ્રાનો તાજમહલ જોવા જશે.
અધિકરીઓએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી
મુખ્ય સચિવ અનિલ મુકિમ,મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા, સ્પે. કમિશનર અજય તોમર, શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, અમદાવાદ કલેક્ટર નિરાલા, જય શાહ, ધનરાજ નથવાણી સહિતના સરકાર અને BCCI અધિકરીઓ તેમજ હોદ્દેદારોએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

X
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.
મોટેરાની મુલાકાતે પહોંચેલા મુખ્ય સચિવ અનિલ મુકિમ,મ્યુ. કમિશનર નહેરા, ડીજીપી શિવાનંદ ઝા અને સ્પે. કમિશનર અજય તોમરમોટેરાની મુલાકાતે પહોંચેલા મુખ્ય સચિવ અનિલ મુકિમ,મ્યુ. કમિશનર નહેરા, ડીજીપી શિવાનંદ ઝા અને સ્પે. કમિશનર અજય તોમર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી