કોરોના ઈફેક્ટ / સુરતમાં નાગરિક સુવિધા કેન્દ્ર, RTO સહિતની સરકારી કચેરી બંધ, 4 હોમ કોરોન્ટાઈન ઘર બહાર નીકળતા ગવર્મેન્ટ કોરોન્ટાઈનમાં ખસેડાયા

કલેક્ટર ડો. ધવલ પટેલે કોરોના સામે સુરતીઓને તકેદારી રાખવા અપીલ કરી છે.
કલેક્ટર ડો. ધવલ પટેલે કોરોના સામે સુરતીઓને તકેદારી રાખવા અપીલ કરી છે.

  • ડુમસ સુંવાલી બીચ જવા માટે પ્રતિબંધ,મુલાકાતીઓ માટે જેલ બંધ
  • લગ્નના વરધોડા ન કાઢવા પોલીસની અપીલ કરવામાં આવી
  • હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો પણ બંધ કરવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 09:33 PM IST

સુરતઃકોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. સુરતમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે શારજાહથી આવતી ફ્લાઈટને પણ રદ્દ કરી દેવામાં આવી છે. સાથે જ ડુમસ અને સુંવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન ન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું છે. કલેકટર દ્વારા પુરવઠા, નાગરિક સુવિધા કેન્દ્ર, આધાર કાર્ડ સેન્ટરો, આરટીઓ, સબ રજિસ્ટાર ઓફિસને 29મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે હોમ કોન્ટાઈન 4 વ્યક્તિ ઘર બહાર નજરે પડતા તેમને ગવર્મેન્ટ કોરોન્ટાઈન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

બીચ જતા લોકોને અટકાવાશે

સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો છે જેને લઈને તંત્ર તો સજાગ છે જ પરંતુ પોલીસ ખાતું પણ સજાગ થઇ ગયું છે સુરતમાં પોલીસ કમિશનરે 144 કલમ લાગુ કરી દીધી છે જાહેર સ્થળો પર ૪ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના ડુમસ અને સુવાલી બીચ પર પણ લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કાયદાનું પાલન નહિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકોને વરઘોડો નહિ કાઢવા પણ અપીલ કરી છે.

આ સ્થળો બંધ

કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો કે જ્યાં વધુ લોકો ભેગા થાય એવા સ્થળો જાહેર જનતા માટે 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શહેરમાં જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ,સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ પણ 19થી 29 માર્ચ સુધી બંધ રહેશે.શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ,રેસ્ટોરન્ટ,ખાણી-પીણીના સ્થળો, તેમજ જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. મોલ પણ શરૂ રહેશે. જોકે આ જાહેરનામાનો એવો અર્થ નથી કે એક સ્થળે ચાર અથવા ચારથી વધુ લોકો ભેગા ન થાય.

X
કલેક્ટર ડો. ધવલ પટેલે કોરોના સામે સુરતીઓને તકેદારી રાખવા અપીલ કરી છે.કલેક્ટર ડો. ધવલ પટેલે કોરોના સામે સુરતીઓને તકેદારી રાખવા અપીલ કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી