તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પિતાને ટીફીન આપી પગપાળા પરત ફરતા ભાઇ-બહેનને ટ્રકે અડફેટે લીધા

ઓલપાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડની ઘટનામાં ઘવાયેલા બંનેને ગંભીર ઇજા

ઓલપાડ ખાતે ફટાકડા વેચાણનો સ્ટોલ લગાડનાર દુકાનદારને તેના દીકરા દીકરી જમવાનું ટીફીન લઈને આપવા આવ્યા બાદ ચાલતા ચાલતા ઘરે પરત જતી વખતે પાછળથી આવતી ટ્રકના ચાલકે પુર ઝડપભેર અને ગફલત ભરી રીતે ટ્રક હંકારી ભાઈ બહેન ને અડફટે લેતા બનેને ગંભીર ઈજા થતા બહેન બેભાન અવસ્થામાં છે જયારે ભાઈની હાલત નાજુક હોઈ હાલ બનેવ સારવાર હેઠળ છે.

ઓલપાડ ટાઉન ખાતે ચોકઠાં ફળીયામાં રહેતા હરીશભાઈ શ્યામલાલ ગુપ્તા ઉ.વ ૪૭ જેમણે હાલ દિવાળીના તહેવારને અનુરૂપ ઓલપાડ ટાઉનના મુખ્ય માર્ગપર ફટાકડા વેચાણ માટે દુકાન લગાવી હોઈ ત્યારે ૨૦-૧૧-૨૦૨૦ ના રોજ રાત્રીના હરીશભાઈ દુકાને હાજર હોઈ તેમની દીકરી નંદની ગુપ્તા ઉ.વ ૧૮ અને દીકરો રાઘવ ગુપ્તા ઉ.વ ૮ બનેવ ભાઈ બહેન ઘરેથી પિતાને ફટાકડા સ્ટોલ પર ટીફીન આપવા માટે આવ્યા બાદ રાત્રે ૧૦.૩૦ કલાકે ચાલતા ચાલતા ઘરે પરત જતા હતા ત્યારે પાછળથી આવતી ટ્રક નંબર GJ-05, U-2057 ના ચાલકે પુર ઝડપભેર અને ગફલતભરી રીતે ટ્રક હંકારી નંદની અને રાઘવને ટક્કર મારતા ભાઈ બહેન ઉછળીને રોડ પર પટકાતા અકસ્માતમાં નંદની ગુપ્તા ને માથામાં અને કિડનીમાં ગભીર ઈજા થવા સાથે રાઘવ ગુપ્તા ને ખોપડીમાં ફ્રેક્ચર થતા સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો