તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10નું પેપર આપી જતાં 15 છાત્રોનો છકડો વાડવા પાસે પલટી : બે ગંભીર

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડવા પાસે પલટી ખાઇ ગયેલો છકડો તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
વાડવા પાસે પલટી ખાઇ ગયેલો છકડો તસવીરમાં નજરે પડે છે.
  • ડેડિયાપાડાના વાડવા ગામની શાળામાં પરીક્ષા આપી ઘરે પરત જઇ રહ્યા હતા

ભરૂચ: ડેડિયાપાડાના વાડવાની સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરતા વદ્યાર્થીઓના છકડાને અકસ્માત નડ્યો હતો. વાડવા ગામ પાસે 15 વિદ્યાર્થીઓ ભરેલો છકડો પલટી ગયો હતો. જેમાં 8 વિદ્યાર્થીઓ પૈકી 2ને ગંભીર ઇજા પહોચી હતી. સારવાર અર્થે ગોપાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે બાદમાં 108 દ્વારા ડેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 
વાડવાની શાળામાં ધો.10ની પરીક્ષાનું કેન્દ્ર હતું. જ્યાં ધોરણ10ની બોર્ડની પરીક્ષાના અંતિમ પ્રશ્નપત્ર પુરૂ થયા બાદ ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થાઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. ગણેશ સુકર વસાવા રહે.જળગામ અને દર્શના ભીમસિંગ વસાવા રહે ચીકદાને ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ડેડિયાપાડા ખસેડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser