Divyabhaskar.com
Nov 18, 2019, 05:56 PM ISTશું કહ્યું અરહાને?
1. રશ્મિ દેસાઈ પ્રત્યે લાગણી જન્મી
અરહાન વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી ઘરમાં દાખલ થયો હતો અને ચર્ચા હતી કે તે અને રશ્મિ એકબીજાને ડેટ કરે છે. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ અરહાને કહ્યું હતું કે રશ્મિ તેની સારી ફ્રેન્ડ છે અને ઘરમાં રહ્યાં બાદ તે રશ્મિને વધુ સારી રીતે ઓળખી શક્યો છે. હવે, રશ્મિ પ્રત્યેની તેની લાગણી બદલાઈ ગઈ છે. તેને લાગે છે કે તે ઘરમાં રશ્મિ પ્રત્યે એટ્રેક્ટ થયો હતો. તેને પણ તેના માટે લાગણી હતી. જોકે, તે ઘરમાં વધુ સમય રહી શક્યો નહીં. જ્યારે તે ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે રશ્મિને ઘણો જ આઘાત લાગ્યો હતો અને તે ઘણું જ રડી હતી
2. રશ્મિને પ્રપોઝ કરવાનું વિચાર્યું હતું
વધુમાં અરહાને કહ્યું હતું કે તે ઘરમાં લાંબો સમય રહ્યો હોત તો તે ચોક્કસથી રશ્મિને પ્રપોઝ કરત. હાલમાં તેને રશ્મિની ઘણી જ યાદ આવે છે. તેને લાગે છે કે તેમની વચ્ચે મિત્રતા કરતાં પણ ઘણું જ છે. તેને જ્યારે તક મળશે ત્યારે તે પોતાની ફિલિંગ્સ તમામની સામે જાહેર કરશે. તે રશ્મિના પ્રેમમાં છે. તે ફરીવાર ઘરની અંદર જવા માગે છે અને રશ્મિને પ્રપોઝ કરવા ઈચ્છે છે.
3. અરહાને ઈમોશનલ વીડિયો શૅર કર્યો
અરહાને ઈન્સ્ટાગ્રામ પર રશ્મિનો ભાવુક વીડિયો શૅર કર્યો છે. અરહાને આ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેની ‘બિગ બોસ’ની જર્ની ઘણી જ ટૂંકી રહી પરંતુ તેને ઘણો જ પ્રેમ અને સપોર્ટ મળ્યો. રશ્મિને લઈને કહ્યું હતું કે તે તેને મિસ કરે છે અને તે સારી રીતે ગેમ રમે છે અને ટ્રોફી લઈને જ બહાર આવશે. તે ખરેખર સ્ટ્રોંગ મહિલા છે.