વજુભાઈના વેધક પ્રહાર:ભાજપની ભવ્ય જીત થતાં રાજકોટમાં કહ્યું: 'આ કોંગ્રેસનું હવે વિસર્જન કરો, મારું નહીં તો ગાંધીજીનું તો માનો'

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં રેકોર્ડબ્રેક બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત થઈ છે. જ્યારે 60થી વધુ બેઠકોના નુકસાન સાથે કોંગ્રેસના કદાવર નેતાઓ પોતાની બેઠક નથી બચાવી શક્યા. એક રીતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ત્યારે આ મુદ્દે આજે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઈ વાળાએ જીતની ખુશી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ કોંગ્રેસનું હવે વિસર્જન કરો, મારું નહીં તો ગાંધીજીનું તો માનો

..એ કોંગ્રેસ હવે રહી નથી
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી ટાણે જ લોકો વચ્ચે આવે છે, કોંગ્રેસનો કોઈપણ કાર્યકર સક્રિય છે જ નહિ, તેથી કોંગ્રેસને હું કોઈપણ સલાહ આપવા માગતો નથી. મહાત્મા ગાંધીના સમયમાં જેવી કોંગ્રેસ હતી એ હવે રહી નથી. આ કોંગ્રેસને હવે વીંખી નાખવી જોઈએ. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. ગાંધીજી કહીને થાકી ગયા છતાં કોઈ માન્યું નહીં અને હું પણ આ એ જ કહું છુ. આ કોંગ્રેસનું હવે વિસર્જન કરો.

પાટીલના સતત પ્રયાસોને કારણે જ ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક વિજય મળ્યો : વજુભાઈ
પાટીલના સતત પ્રયાસોને કારણે જ ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક વિજય મળ્યો : વજુભાઈ

ભાજપની ભવ્ય જીત થઈ
રાજકોટમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો 156 બેઠક સાથે અતિભવ્ય અને ઐતિહાસિક કહી શકાય એવો વિજય થયો છે. આ અંગે દિગ્ગજ નેતાઓ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ પાટીલની પેજ પ્રમુખ નીતિને કારણે ભાજપની ભવ્ય જીત થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

પાટીલને કારણે જ ઐતિહાસિક વિજય મળ્યો
વજુભાઇ વાળાના જણાવ્યા મુજબ, મહાત્મા ગાંધીજી વખતની કોંગ્રેસ હવે એ કોંગ્રેસ રહી જ નથી. ગાંધીજી વખતે પણ કોંગ્રેસ વીંખી નાખવી જોઈએ એવું કહ્યું હતું. તો સાથે ભાજપને મળેલી ભવ્ય જીત માટે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનાં કર્યા વખાણ કરતાં કહ્યું હતું કે સી. આર. પાટીલે પેજ કમિટી અને પ્રમુખો સુધીનું માળખું કર્યું હતું. અને પાટીલ સતત ફોલોઅપ લેતા રહ્યા હોવાને કારણે આ સફળતા મળી છે. સી.આર.પાટીલના સતત પ્રયાસોને કારણે જ ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક વિજય મળ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

ધારાસભ્યોને અભિનંદન આપીશ: વજુભાઈ વાળા.
ધારાસભ્યોને અભિનંદન આપીશ: વજુભાઈ વાળા.

શપથવિધિમાં હું હાજરી આપીશ
શપથવિધિ કાર્યક્રમને લઈ વજુભાઇ વાળાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ ભવ્ય શપથ સમારોહ યોજાવાનો છે. આ માટે હજુ તો લિસ્ટ બનશે અને આમંત્રણ આપવામાં આવશે. આ પાર્ટીનો કાર્યક્રમ હોવાથી હું પણ ત્યાં પહોંચી જઈશ અને ધારાસભ્યોને અભિનંદન આપીશ. ઉલ્લેખનીય છે કે રાપર (કચ્છ)ના ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજા વજુભાઇ વાળાના આશીર્વાદ લેવા આવવાના છે. વજુભાઇ વાળા ભાજપના દિગજ્જ નેતા હોવાથી તેઓ આશીર્વાદ લેવા આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...