સેલેબ લાઈફ / કેન્સર ફ્રી થયા બાદ સોનાલી બ્રેન્દ્રેએ એક્વા થેરપી લીધી, વીડિયો જોતા પહેલાં ચેતવણી આપી

After being cancer-free, Sonali
 Brendre took Aqua therapy, warned before watching the video

Divyabhaskar.com

Jun 11, 2019, 01:09 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી અને ત્યારબાદ તે સારવાર માટે અમેરિકા ગઈ હતી. અહીંયા પૂરી ટ્રીટમેન્ટ લીધા બાદ સોનાલી ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત પરત ફરી હતી. હવે, સોનાલીએ એક્વા થેરપી લેતી હોય તે વીડિયો શૅર કર્યો છે.

વીડિયો શૅર કરીને આપી ચેતવણી
સોનાલીએ વીડિયો શૅર કરીને કેપ્શન આપ્યું હતું, 'ચેતવણીઃ જેટલું જોવું આ સરળ લાગે છે તેટલું સરળ નથી. મારું નવું એક્વા થેરાપી ટ્રેનિંગ સેશન ઘણું જ ટફ રહ્યું હતું. જો હું આ નોર્મલ પરિસ્થિતિમાં કરતી હોત તો આ સરળ રહેત. મારી નવી નોર્મલ કોશિશ આના સમાધાનમાં છે અને હું કોઈ નવું બહાનું બનાવી રહી નથી.'

પાણીમાં વર્ક આઉટ કરે છે
સોનાલી બેન્દ્રે પાણીની અંદર વર્કઆઉટ કરે છે. વર્ક આઉટ કરતાં સમયે સોનાલીએ કહ્યું હતું કે પાણીની અંદર એક્સરસાઈઝ કરવી ઘણી જ મુશ્કેલ છે. પાણીની વોટર ટેંકમાં સોનાલીએ લેગ એક્સરસાઈઝ, વેઈટ એક્સરસાઈઝ તથા ટ્રેડમિલ પર વોક કર્યું હતું.

X
After being cancer-free, Sonali
 Brendre took Aqua therapy, warned before watching the video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી