• Home
  • Business
  • Amazon's shares rise 12% to CEO Jeff Bejos's net worth of Rs 91332 crore

કોર્પોરેટ / એમેઝોનના શેરમાં 12 ટકા તેજી આવવાથી CEO જેફ બેજોસની નેટવર્થ 91332 કરોડ રૂપિયા વધી

Amazon's shares rise 12% to CEO Jeff Bejos's net worth of Rs 91332 crore

  • બેજોસ વિશ્વના સૌથી મોટા અમીર, તેમની કુલ નેટવર્થ 9,19,701 કરોડ રૂપિયા; બિલ ગેટ્સનો બીજો નંબર, નેટવર્થ 7,90,589 કરોડ રૂપિયા
  • ડિસેમ્બર ત્રિમાસિકમાં એમેઝોનનો નફો 21 ટકા વધીને 59 લાખ કરોડ રૂપિયા, પરિણામ અનુમાન કરતા સારા રહ્યાં હોવાના કારણે શેર વધ્યા 

Divyabhaskar.com

Jan 31, 2020, 05:33 PM IST

ન્યુયોર્કઃ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ત્રિમાસિક પરિણામ જાહેર થયા બાદ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસની સંપતિમાં મોટો વધારો થયો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને 59,12,955 કરોડ રૂપિયાની આવક થઈ, જે ગત વર્ષથી 21 ટકા વધુ છે. બાદમાં એમેઝોનના શેરમાં 12 ટકા વધારો જોવા મળ્યો. આ વધારાનો સીધો ફાયદો જેફ બેજોસને પણ મળ્યો. તેની કુલ સંપતિ વધીને લગભગ 9 લાખ કરોડ રૂપિયા(128.9 બિલિયન ડોલર) થઈ ગઈ.

એનાલિસ્ટોના જણાવ્યા મુજબ બેજોસની કંપની એમેઝોન 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ પ્રાપ્ત કરી શકે છે. જોકે આ પ્રથમ વખત નથી. અગાઉ પણ કંપની આ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકી છે. જોકે શેરમાં ઘટાડાના પગલે તેની વેલ્યુ ઘટી ગઈ હતી. છેલ્લા થોડા મહિનાથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવા માટે બેજોસ અને માઈક્રોસોફટના સીઈઓ બિલ ગેટસ્ વચ્ચે મુકાબલો હતો. ગરુવારે સાંજે 4.55 સુધી બેજોસની કુલ સંપતિમાં લગભગ 91,332 કરોડ રૂપિયા(12.8 બિલિયન ડોલર) નો વધારો થયો. જો શેરમાં આજ તેજી યથાવત રહી તો સરળતાથી ગેટ્સ(નેટવર્થ 7,90,589 કરોડ રૂપિયા) અને એલવીએમએચના બર્નાર્ડ અરનોલ્ટ(નેટવર્થ 7,50,631 કરોડ રૂપિયા)થી આગળ રહી શકે છે.

હોલીડે સિઝનમાં અમેઝોનનું રેકોર્ડ વેચાણ

રજાઓની સિઝનમાં રેકોર્ડ વેચાણના કારણે એમેઝોનના ત્રિમાસિક નફામાં મોટો વધારો થયો છે. તેમાં સૌથી મોટું યોગદાન અંતિમ સમયે ખરીદી કરનારાઓનું છે, જેમણે કંપનીના એક દિવસમાં ફ્રી શિપિંગ ઓફરનો ફાયદો ઉઠાવ્યો. એમેઝોને ગત વર્ષે તેના પ્રાઈમ મેમ્બરશીપ ધારકોને વન ડે ફ્રી શિપિંગની સુવિધિ આપવાનો વાયદો કર્યો હતો, જ્યારે પહેલા કંપની ટૂ ડે શિપિંગની મોડલ પર કામ કરતી હતી. નવી સુવિધા માટે એમેઝોને લોજિસ્ટિક્સમાં મોટું રોકાણ કર્યું છે. ચોથા ત્રિમાસિકમાં જ કંપનીએ તેની પર 10,703 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

X
Amazon's shares rise 12% to CEO Jeff Bejos's net worth of Rs 91332 crore

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી