તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનલોક:5 મહિનાના લાંબા સમય પછી 25 નવેમ્બરથી લગ્નની શરણાઇ ગૂંજી ઊઠશે, 17 દિવસમાં 8 મુહૂર્ત

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • દેવઉઠી અગિયારસના તુલસી વિવાહની સાથે લગ્નગાળાની સિઝન શરૂ થશે

અધિકમાસ અને ચાર્તુમાસના કારણે પાંચ મહિનાથી બંધ લગ્નગાળાની સીઝન 25 નવેમ્બરના દેવઉઠી અગિયારસના તુલસી વિવાહની સાથે શરૂ થતાં લગ્નની શરણાઇ ગુંજી ઉઠશે. વર્ષના અંતિમ બે મહીના નવેમ્બર અને ડીસેમ્બરના લગ્નના ફકત આઠ શુભ મુહર્ત છે. જયોતિષાચાર્યોના જણાવ્યાનુસાર નવેમ્બરમાં 3 અને ડીસેમ્બરમાં 5 વિવાહના મુહર્ત છે. એટલે કે 17 દિવસમાં લગ્નના આઠ મુહર્ત રહેશે. ત્યારપછી 15 ડીસેમ્બરથી ધનુમાસ સહીતના કારણોસર લગ્નગાળાની સીઝનમાં લાંબો બ્રેક આવશે. વર્ષ-2021 માં 25 એપ્રિલથી લગ્નગાળાની સીઝન શરૂ થશે. કોરોનાના કારણે લગ્નમાં પહેલાથી જ કોઇ ધૂમધામ જોવા મળતી નથી. આટલું જ નહીં મહેમાન, માર્ગો પર બેન્ડવાજા સાથે લગ્નની જાન જોવા મળતી નથી. કારણ કે, આ બાબતે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટ ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી નથી. આથી જેના ઘરમાં લગ્નનો પ્રસંગ છે તેઓ મૂંઝવણમાં છે અને આ અંગે સરકાર સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરે તેવી માંગણી ઉઠી છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા ઘણાં લોકોએ ધૂમધામથી લગ્ન કરવા પર બ્રેક લગાવી છે.

નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્નના મુહૂર્ત
ચાલુ વર્ષે નવેમ્બર મહીનામાં 25,27 અને 30 અને ડીસેમ્બર મહીનામાં 1,7,9,10, 11 તારીખના લગ્નના મુહર્ત છે. 15 ડીસેમ્બરથી 24 એપ્રિલ સુધી ધનુમાસ સહીતના કારણોસર લગ્નની સીઝન પર બ્રેક રહેશે. 25 એપ્રિલથી પુન: વિવાહના શુભમુર્હત શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો