અપકમિંગ / ‘83’ બાદ રણવીર સિંહે ‘જયેશભાઈ જોરદાર’ની તૈયારી શરૂ કરી

After '83, Ranveer Singh started preparing for Jayeshbhai Jordaar

Divyabhaskar.com

Oct 29, 2019, 04:08 PM IST

મુંબઈઃ રણવીર સિંહે હાલમાં જ પોતાની નવી તસવીર શૅર કરી હતી, જેમાં તેની મૂંછો નહોતી. આ લુક તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માટે હોવાની ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ‘83’ માટે રણવીર સિંહે કપિલ દેવની જેમ મૂંછો રાખી હતી.

Ae Chikne 😉🤳🏾

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આવતા મહિને નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે
ચર્ચા છે કે રણવીર સિંહ આવતા મહિને કોમેડી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહે ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા ભજવી છે. રણવીરે ગુજરાતી શીખવાનું પહેલાં જ શરૂ કરી દીધું હતું. રણવીર ગુજરાતી ફ્રેન્ડ્સને મળીને તેમના હાવભાવ, વાત કરવાની રીત, બોલચાલ વગેરે શીખવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે જ તે બોડી લેંગ્વેજ પર પણ કામ કરી રહ્યો છે.

યશરાજ બેનર હેઠળ આ ફિલ્મ બનશે
‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરશે અને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મના શૂટિંગ બાદ રણવીર સિંહ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘તખ્ત’નું શૂટિંગ શરૂ કરશે.

X
After '83, Ranveer Singh started preparing for Jayeshbhai Jordaar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી