અયોધ્યા / 70 વર્ષ બાદ આજે રામલલ્લાને 56 ભોગ, 100 એકરમાં તિરુપતિની જેમ શ્રીરામલલ્લા શહેરની તૈયારી પૂરજોશમાં

પ્રથમ દર્શન: અયોધ્યાના રામલલ્લા.
પ્રથમ દર્શન: અયોધ્યાના રામલલ્લા.

  • એક મહિનામાં ટ્રસ્ટ બનશે, રામ મંદિર નિર્માણ આ જ વર્ષથી શરૂ થશે
  • આજે 70 હજાર લોકો અયોધ્યા પહોંચશે, હોટેલ-ધર્મશાળાઓ ફુલ

Divyabhaskar.com

Jan 01, 2020, 02:56 AM IST
અયોધ્યાથી વિજય ઉપાધ્યાય: અયોધ્યામાં વર્ષોની ઇંતેજારી હવે ખતમ થઇ રહી છે. 9 ફેબ્રુઆરી પહેલાં કેન્દ્ર સરકાર રામમંદિર ટ્રસ્ટની રચના કરી નાખશે. આ જ વર્ષે 2 એપ્રિલે રામનવમીએ મંદિર નિર્માણનું કામ શરૂ થવાની આશા છે. ખાસ વાત એ છે કે 56 ભોગ ધરાવાશે. રામલલ્લા વિરાજમાનના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે કોર્ટોમાં કેસોની 70 વર્ષથી ચાલેલી કાર્યવાહી બાદ પહેલી વખત રામલલ્લાને 56 ભોગ ધરાવાઇ રહ્યો છે. આજે તેમને દરેક રંગના નવા વસ્ત્રોથી સજાવવાનો પ્રથમ દિવસ છે.વર્ષના પ્રથમ દિવસે રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન માટે આશરે 70 હજારથી વધુ શ્રદ્ધાળુ પહોંચવાની આશા છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ અહીં રોજ આશરે 18 હજાર લોકો આવી રહ્યા છે. અગાઉ આ સંખ્યા 10-12 હજારની હતી. અહીં દર 15 દિવસે દાનપેટી ખોલવામાં આવે છે. તેમાં ચઢાવો પહેલાં કરતા ડબલ થઇ ગયો છે. અયોધ્યાની તમામ હોટલ અને ધર્મશાળા ફૂલ છે. મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ ભાસ્કરને જણાવ્યું કે તેઓ નવા વર્ષે રામલલ્લા વિરાજમાનના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસને મળશે. તેમને વિનંતી કરશે કે તેઓ તેમના વતી રામલલ્લાને પ્રાર્થના કરે કે રામમંદિરનું નિર્માણ જલદી શરૂ થઇ જાય અને દેશમાં સુખ-શાંતિ રહે. દરમિયાન શ્રીરામલલ્લા વિરાજમાન શહેરના નવા મોડલ, મૂળભૂત સુવિધાઓનું માળખું તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારીઓની ટીમ અહીં વારંવાર મુલાકાત લઇ રહી છે. ટીમના એક અધિકારીએ જણાવ્યું કે શ્રીરામલલ્લા વિરાજમાન શહેરનો વ્યાપ 100 એકરમાં હશે. આસપાસના રાજસ્વ ગ્રામ જોડાઇ જશે. તિરુપતિ અને વેટિકનની જેમ તેને વિકસિત કરવામાં આવશે. અયોધ્યામાં 9 પ્લેટફોર્મવાળું નવું રેલવે સ્ટેશન બનાવવાની પણ યોજના છે.
સરકાર ફંડ આપશે, નવા મંદિરમાં 12મી સદીનું સ્વરૂપ પણ નજરે પડશે
માળખાગત વિકાસ માટે સરકાર પાસે, મંદિર માટે જનસહયોગથી ફંડ મેળવાશે

શ્રીરામલલ્લા શહેરના માળખાગત વિકાસ માટે કેન્દ્ર સરકાર ફંડ આપશે. જ્યારે મંદિર નિર્માણ માટે રામલલ્લા ટ્રસ્ટ જનસહયોગથી ધધન એકત્રિત કરશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય મંદિરોને દેખરેખ માટે ભંડોળ આપે છે. સરકાર બજેટમાં પણ અલગથી ફંડ આપી શકે છે.
વિક્રમાદિત્યે બનાવાયેલા મંદિરના ફ્લોર સાથે નવું મંદિર જોડાશે
નવા રામમંદિરમાં જુના મંદિરની ઝાંકી મળશે. 12મી સદીમાં વિક્રમાદિત્યે અહીં ભવ્ય રામમંદિર બનાવડાવ્યું હતું. તેના અવશેષો ખોદકામમાં મળ્યા હતા. ફ્લોરનો ભાગ હજુ પણ છે. આ પૌરાણિક અવશેષ પણ નવા રામમંદિરનો હિસ્સો બનશે.
રામ વાટિકાની વચ્ચે નવું મંદિર, લેસર શો, મ્યૂઝિયમ પણ બનશે
અયોધ્યાના રામમંદિરમાં લેસર શોથી રામચરિત્રનું વ્યાખ્યાન થશે. પરિસરમાં જ મ્યૂઝિયમ પણ બનશે, જેમાં મંદિરના પૌરાણિક અવશેષો સંરક્ષિત કરાશે. તેના પ્રસાદાલયની રામ રસોઇમાં લંગર લાગશે. મંદિર પરિસરમાં જ શેષાવતાર મંદિર પણ બનશે.
X
પ્રથમ દર્શન: અયોધ્યાના રામલલ્લા.પ્રથમ દર્શન: અયોધ્યાના રામલલ્લા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી