તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:46 દિવસ બાદ શહેરમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં કુલ 23 પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં સરકારી ચોપડે 48 દિવસ બાદ કોરોનાથી દર્દીનું મોત થયું
  • હવે તકેદારી નહીં રાખો તો કોરોનાનો રોગ વકરશે

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજોકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે ભાવનગર શહેરમાં પણ કોરોનાના કેસ ધીમી ગતિએ વધતા જાય છે જે ચિંતાકારક છે. ભાવનગર શહેરમાં એક દિવસમાં 20 કે તેનાથી વધુ પોઝિટિવ કેસ છેક 7 ઓક્ટોબરે (23 કેસ) નોંધાયા હતા ત્યાર બાદ આજે 46 દિવસના સમયગાળા બાદ એક જ દિવસમાં 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જનતા માટે લાલબત્તી સમાન છે. જો હવે માસ્ક નહીં પહેરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ નહીં કરવામાં આવે અને ભીડ ભેગી થતી રહેશે તો ભાવનગરમાં પણ કેસો વધતા ભયજનક સ્થિતિ જાગી શકે છે. આજે ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે તળાજાના દાઠા ગામે 34 વર્ષના પુરુષનું કોરોનાથી મોત થયાનું સરકારી ચોપડે દર્શાવાયું છે.

ભાવનગર શહેરમાં આજે એક જ દિવસમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 13 પુરૂષ અને 7 મહિલા દર્દી નોંધાયા હતા. જ્યારે 11 દર્દી ડિસ્ચાર્જ થયા હતા જેમાં 7 પુરૂષ અને 4 મહિલા દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો હતો. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ 43 દર્દીના મોત કોરોનાથી થયા છે. ભાવનગર જિલ્લાના ગામડાઓમાં આજે 3 કેસ નોંધાયા હતા જેમાં મહુવા શહેરમાં 57 વર્ષના પુરૂષ અને 22 વર્ષીય મહિલા તેમજ મહુવાના નૈપમાં 85 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ જાહેરકરાયા બાદ સારવાર માટે દાખલ કરાયા છે. આજે તળાજાના દાઠા ગામે 34 વર્ષના પુરુષનું કોરોનાથી મોત થયાનું સરકારી ચોપડે દર્શાવાયું છે.

આ અગાઉ તા.5 ઓક્ટોબરના રોજ કોરોનાથી એક મોત જિલ્લામાં નોંધાયું હતુ આથી 48 દીવસના સમયગાળા બાદ નવું મોત નોંધાયું છે. આથી ગામડાઓમાં કુલ મોતનો આંક 26 થયો છે. આજે એક દર્દીને ડિસ્ચાર્જ કરાયો હતો. આ સંજોગોમાનં આ નવેમ્બર માસના પ્રથમ 3 સપ્તાહ એટલે કે 21 દિવસનું કોરોના ઓડિટ કરીયે તો સમગ્ર જિલ્લામાં કુલ 248 કેસ નોંધાયા છે. તેમાં 189 કેસ તો એકલા ભાવનગર શહેરમાં નોંધાયા છે. જ્યારે ગામડાઓ અને તાલુકા મથકોએ મળીને કુલ 59 કેસ નોંધાયા છે.

એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો

તારીખએક્ટિવ કેસ
17 નવેમ્બર41
18 નવેમ્બર47
19 નવેમ્બર44
20 નવેમ્બર46
21 નવેમ્બર47
22 નવેમ્બર57

જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 5,056 થયા
ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 5,056 કેસ થઇ ગયા છે જ્યારે તેની સામે આજ સુધીમાં કોરોના સામે જંગ જીતનારા દર્દીઓની સંખ્યા 4,923 થઇ ગઇ છે. જ્યારે દર્દીના કુલ મોતની સંખ્યા 69 થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો