તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • After 18 Years Schools Again School Vacation In March In Gujarat

18 વર્ષ બાદ ગુજરાતની શાળાઓમાં ફરી માર્ચમાં વેકેશન, 2002માં 22 દિવસની રજાઓ હતી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદઃ કોરોના વાઈરસને પગલે રાજ્ય સરકારે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી છે. આ જાહેરાત સાથે જ રાજ્યના વિદ્યાર્થીઓને માર્ચ મહિનામાં 15 દિવસનું વેકેશન મળી ગયું છે. આ પહેલા વર્ષ 2002માં ગોધરાકાંડ સમયે પણ વિદ્યાર્થીઓને 22 દિવસનું વેકેશન મળ્યું હતું. વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીએ થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યની શાળાઓમાં માર્ચ મહિનામાં 22 દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. જેને પગલે
અમદાવાદ, વડોદરા, મોડાસા અને ભરૂચમાં પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. આમ 18 વર્ષ બાદ માર્ચમાં ફરી રજાઓ જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત જો કોરોનાને લઈ સ્થિતિ હજુ વણસે તો વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપીને પાસ પણ કરી દેવામાં આવે એવી ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ ઘણા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપ્યા વિના જ પાસ કરવા અંગે ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો