તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એજ્યુકેશન:બીસીએ સહિત 3 કોર્સના એડમિશન ટેસ્ટમાં ‘નો નેગેટિવ માર્કિંગ’ રહેશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ.સ.યુિન.માં 20 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે
  • એન્વાયર્ન્મેન્ટ સાયન્સ, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીની પણ પ્રવેશ પ્રક્રિયા

MSUની બીસીએ, એન્વાયરમેન્ટ સાયન્સ, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીની ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ 20મીએ યોજાશે. જેમાં પ્રથમ વખત નેગેટિવ માર્કિંગ નહીં હોય. MSUની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમવાર ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. ધો.12 સાયન્સ પછી બીએસસી સિવાય અન્ય શાખામાં જોડાવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ ટેસ્ટ યોજાતી હોય છે, જેમાં બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશન, એન્વાયર્ન્મેન્ટ સાયન્સ, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીની 20 સપ્ટેમ્બરે ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. 50 માર્કની પરીક્ષામાં નો નેગેટિવ માર્કિંગ સાથે લેવાશે. અગાઉ જ્યારે ઓનલાઈન માધ્યમથી એન્ટરન્સ ટેસ્ટ યોજાતી ન હતી, તે સમયે નેગેટિવ માર્કિંગ અપાતું હતું.

પરંતુ ઓનલાઇન એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ આપવું શક્ય ન હોવાના કારણે પ્રથમવાર એન્ટ્રન્સ એક્ઝામ નેગેટીવ માર્કીંગ વગર યોજવામાં આવશે. કુલ 1500 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. જેમાં બીસીએના 750 વિદ્યાર્થીઓ બપોરે 1 થી 2.30 દરમિયાન પરીક્ષા આપશે,સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી ના 300 વિદ્યાર્થીઓ સવારે 10 થી 11.30 દરમિયાન પરીક્ષા આપશે, એન્વાયરમેન્ટ સાયન્સમાં 450 વિદ્યાર્થીઓ 4 થી 5.30 દરમિયાન પરીક્ષા આપશે. સાયન્સ ફેકલ્ટીમાં એમએસસી ના અભ્યાસક્રમની ઓનલાઇન એન્ટ્રન્સ એક્ઝામ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. એમએસસીમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે છેલ્લી તા. 20 સપ્ટેમ્બર છે. ચાલુ વર્ષે સાયન્સ ફેકલ્ટીમાં પણ કોરોના કારણે પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઇ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો