તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રનો સતત પ્રયાસ:સાપુતારામાં પ્રવાસીઓને ફરજિયાત કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવા વહીવટી તંત્રની તાકીદ

આહવા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં પ્રકૃતિ માણવા વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે
  • સરકારી વાહન ફેરવીને માઈક પર એનાઉન્સ કરી જાગૃતિ કેળવવા તંત્રનો સતત પ્રયાસ

દિવાળી વેકેશનની રજામાં ગિરિમથક સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓને ફરજિયાત માસ્ક પહેરવા તેમજ કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા વહીવટીતંત્રની ટીમ દ્વારા સૂચનો કર્યા છે. રાજયના મોટા શહેરોમાં કોરોનાનો ફરી વિસ્ફોટ થયો છે,તેમ છતા લોકો દિવાળી વેકેશનને માણવા પરિવાર સાથે પ્રવાસન સ્થળોએ પહોંચી કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. સાપુતારામાં આવતા પ્રવાસીઓને કોવિડ-19નાં નિયમો પાળવા માટે ખાસ ફરજ પાડવામાં આવે છે.રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પ્રકૃતિને માણવા હાલમાં દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. જેમાં સાપુતારા, મહાલ, ગીરાધોધ, ડોન સહપરિવાર સાથે ફરવા આવતા પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટનસ જાળવતા ન હતા તથા માસ્ક વગર ફરી કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરતા હોવાનું સ્થાનિક વહીવટી તંત્રનાં ધ્યાનમાં આવતા ડાંગ કલેક્ટર એન.કે.ડામોર તેમજ એસપી રવિરાજસિંહ જાડેજાએ સંબંધિત વિભાગોને એલર્ટ કરી સજાગતા લાવવાનાં પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રવાસીઓ અને સ્થાનિકોનાં સ્વાસ્થ્યની ચિંતા સાથે સાપુતારા સહિત ડાંગનાં અન્ય પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓને વહીવટી તંત્ર દ્વારા તેઓ ફરજિયાત માસ્ક પહેરીને ફરે, સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરે એ માટે સૂચના આપવા વિવિધ પોઇન્ટ નજીક સતત સરકારી વાહન ફેરવીને માઈક પર એનાઉન્સ કરી જાગૃતતા કેળવી હતી. ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રવાસન સ્થળોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસનાં પગલે પ્રવાસીઓમાં જાગૃતતા દેખાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો