• Home
  • National
  • Aditya Thackeray becomes the first election minister, the youngest leader in Maharashtra cabinet

શપથ ગ્રહણ / પ્રથમ વખત ચૂંટણી લડી પ્રધાન બન્યા આદિત્ય ઠાકરે, મહારાષ્ટ્ર કેબિનેટમાં સૌથી યુવા નેતા

આદિત્યએ તેમના માતા-પિતાના નામથી શપથ લીધા
આદિત્યએ તેમના માતા-પિતાના નામથી શપથ લીધા

  • તેઓ ઠાકરે પરિવારના બીજા એવા સભ્ય છે, જે મહારાષ્ટ્ર પ્રધાન મંડળનો હિસ્સો છે
  • આ અગાઉ તેમના પિતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

Divyabhaskar.com

Dec 30, 2019, 05:30 PM IST

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દિકરા અને વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સોમવારે યોજાયેલા મંત્રીમંડળના વિસ્તરણ સમયે કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.29 વર્ષની વયે આદિત્ય રાજ્યના સૌથી નાની ઉંમરના કેબિનેટ પ્રધાન બન્યા છે. તેઓ ઠાકરે પરિવારના બીજા એવા સભ્ય છે કે જે મહારાષ્ટ્ર મંત્રીમંડળનો હિસ્સો છે. આ અગાઉ તેમના પિતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે યોજાયેલા શપથ ગ્રહણ સમારંભમાં આદિત્યએ તેમના માતા-પિતાનું નામ લઈ શપથ લીધા હતા. એવું કહેવાય છે કે સક્રિય રાજનીતિમાં આદિત્ય ઠાકરેને લાવવામાં તેમની માતા રશ્મિ ઠાકરેનું યોગદાન છે.

17 કરોડની સંપત્તિના માલીક છે આદિત્ય

ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા પ્રમાણે આદિત્ય પાસે રૂપિયા 17 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમા 11.38 કરોડ જંગમ અને 4.67 કરોડ સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. આદિત્યના બેન્ક ખાતામાં 10.36 કરોડની રકમ જમા છે. તેમની પાસે 6.50 લાખ (વર્તમાન કિંમત)ની BMW કાર પણ છે.

આદિત્ય LLB પાસ છે

શિવસેનાની યુવા શાખાના પ્રમુખ આદિત્યએ વર્ષ 2011માં કલામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ વર્ષ 2015માં કાયદામાં સ્નાતક (LLB)ની પદવી હાંસલ કરી હતી. 29 વર્ષની ઉંમરે આદિત્ય પાસે આભૂષણ અને અન્ય કિંમતી ધાતુ પણ છે, જેની કિંમત રૂા.64.65 લાખ થાય છે. સોગંદનામામાં આદિત્યએ જણાવ્યું હતું કે તેમની સામે કોઈ જ અપરાધિક કેસ નોંધાયેલો નથી.

આદિત્યએ શરૂ કર્યું હતું લવ મુંબઈ અભિયાન

રાજનીતિની સાથે જ આદિત્ય ઠાકરે પેજ-થ્રી પાર્ટીમાં દેખાતા હતા. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ ઋતિક રૌશન સહિત બોલીવુડના અનેક નેતા તેમના મિત્ર છે. તેઓ સામાન્ય રીતે ફિલ્મોના પ્રીમિયરમાં પણ દેખાય છે. નાઈટ લાઈફના પક્ષધર આદિત્યએ મુંબઈ પ્રત્યે તેમના પ્રેમને દેખાડવા માટે લવ મુંબઈ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે બાંદ્રામાં સમુદ્ર કિનારે લાકડામાંથી બનેલા 'લવ મુંબઈ' એક લોગો સ્થાપિત કરાવ્યો હતો.

13મી જૂન 1990ના રોજ મુંબઈમાં જન્મેલા યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય કવિતાઓનો શોખ ધરાવે છે. વર્ષ 2007માં તેમની કવિતા પરનું એક પુસ્તક 'માઈ થોટ્સ ઈન બ્લેક એન્ડ વ્હાઈટ' પ્રકાશિત થયું હતું. આ ઉપરાંત તેઓ ગીત પણ લખે છે. તેમના લખાયેલા ગીતોના આલ્બમ 'ઉમ્મીદ' પણ લોંચ થયું છે. આદિત્યએ મોડલ્સની માફક તેમના ફોટોશૂટ પણ કરાવ્યા હતા.

આદિત્ય વર્ષ 2009થી પક્ષમાં સક્રિય છે

આદિત્ય વર્લીથી ટીકિટ મળવાની જાહેરાત થઈ તે અગાઉ જન આશીર્વાદ યાત્રા પર નિકળ્યા હતા. વર્ષ 2009માં રાજનીતિમાં આવતા ઉતાર-ચડાવ બાદ આદિત્ય સંગઠનમાં સક્રિય છે. તેઓ પડદા પાછળ રહી યુવા નેતાઓની એક કેડર તૈયાર કરી રહ્યા છે.

X
આદિત્યએ તેમના માતા-પિતાના નામથી શપથ લીધાઆદિત્યએ તેમના માતા-પિતાના નામથી શપથ લીધા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી