તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Aditya Roy Kapur Disha Patani's Sizzling Chemistry Seen In The Trailer Release Of 'Malang'

‘મલંગ’નું ટ્રેલર રિલીઝ, આદિત્ય રોય કપૂર-દિશા પટનીની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ‘મલંગ’નું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. પહેલી જ વાર આદિત્ય રોય કપૂર તથા દિશા પટની સાથે જોવા મળશે. 3D ઈફેક્ટવાળી ફિલ્મના ટ્રેલરમાં અલગ જ પ્રકારની સ્પીડ જોવા મળે છે. 
ટ્રેલર જોતા લાગે છે કે ફિલ્મમાં ઘણું બધું નવું અને હટકે છે. ફિલ્મમાં આદિત્ય તથા દિશા ઉપરાંત અનિલ કપૂર તથા કુનાલ ખેમુ પણ છે. આ બંને કેરેક્ટર પણ મજાના છે. જોકે, આ ચારેય કેરેક્ટરની એક વાત કોમન છે, આ તમામને જીવ લેવો બહુ જ ગમે છે. ટ્રેલરને સોશિયલ મીડિયામાં પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે.

આદિત્ય-દિશાની સિઝલિંગ કેમિસ્ટ્રી
ફિલ્મમાં આદિત્ય તથા દિશા પટનીની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળશે. અત્યાર સુધી આ ફિલ્મના તમામ કેરેક્ટર્સના પોસ્ટર્સ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં દિશા પટની એક્ટર આદિત્ય રોય કપૂરની ખભા પર બેસીને કિસ કરતી જોવ મળી હતી. આ ઉપરાંત ફિલ્મમાં પણ આ બંનેની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળશે. આટલું જ નહીં આદિત્ય તથા દિશા એક્શન સીન્સ કરતાં પણ જોવા મળશે.

સાત ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે
‘મલંગ’ ફિલ્મ રિવેન્જ ડ્રામા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર અને લવ રંજને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ વેલેન્ટાઈન વીકમાં 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. મોહિત સુરીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો