તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મલ્ટી સ્ટારર ‘મલંગ’ બોરિંગ વાર્તા અને એડિટિંગમાં ફસાઈ ગઈ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ રિવ્યૂમલંગ
રેટિંગ2.5/5
સ્ટાર-કાસ્ટઆદિત્ય રોય કપૂર, દિશા પટની, અનિલ કપૂર, કુનાલ ખેમુ
ડિરેક્ટરમોહિત સૂરી
પ્રોડ્યૂસરલવ રંજન, ભૂષણ કુમાર, અંકુર ગર્ગ, કૃષ્ણ કુમાર
સંગીતઅસીમ અઝહર, અંકિત તિવારી, વેદ પ્રકાશ શર્મા, મિથુન રાજુ સિંહ
જોનરરોમેન્ટિક એક્શન થ્રિલર

આમ તો દરેક ફિલ્મનુ નસીબ દર્શકોના હાથમાં હોય છે. મોહિત સૂરીની ફિલ્મ ‘મલંગ’ એક સિમ્પલ-સરળ કપલની વાર્તા છે. સારા (દિશા પટની)ને પોતાના પેરેન્ટ્સનું વર્તન પસંદ હોતું નથી અને તેથી જ તે વિદેશથી ભારત આવી જાય છે. તો અદ્વૈત (આદિત્ય રોય કપૂર) પેરેન્ટ્સના ઝઘડાઓથી ત્રાસીને પોતાની લાઈફ એન્જોય કરવા માટે ઘરેથી નીકળી જાય છે. બંનેની મુલાકાત ગોવામાં ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન થાય છે. તેમની વચ્ચે પ્રેમ-રોમાન્સ થાય છે. સારા માતા બનવાની હોય છે અને ત્યારે તેમની સાથે એક ઘટના બને છે અને બંનેનું જીવન બદલાઈ જાય છે. બંને પોલીસ સામે કેવી રીતે આનો બદલો લે છે, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. સસ્પેન્સ-થ્રિલરનો સબ્જેક્ટ તરીકે સારો છે પરંતુ ફિલ્મ જે રીતે રજૂ કરવામાં આવી છે અને એડિટિંગ એટલું નિરસ છે કે મગજ પર ભાર આપ્યા બાદ જ સમજાય છે. એક બાજુ આદિત્ય તથા દિશાની ફ્લેશ બેક લાઈફ ચાલે છે તો બીજા બાજુ તેમની વચ્ચેનો પ્રેમ-રોમાન્સ તથા પોલીસ સાથેની મગજમારી બતાવવામાં આવી છે. અનિલ કપૂરને ગ્રે શેડ પોલીસ ઓફિસરના પાત્રને અલગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ તેના હસવાનો તથા કેસ સોલ્વ કરવાનો અંદાજ અસરકારક નથી. કુનાલ ખેમુ એવો પોલીસ અધિકારી છે, જેને પોતાની મર્દાનગી પર વિશ્વાસ નથી. કુનાલની એક્ટિંગ પ્રમાણમાં સારી છે.  આદિત્યનું બૉડી ટ્રાન્સફોર્મેશન કમાલનું છે. તેણે પોતાના પાત્ર માટે કરેલી મહેનત સ્પષ્ટ જોવા મળે છે. ફિલ્મમાં લોકેશન પર્ફેક્ટ રીતે પસંદ કરવામાં આવ્યા છે, જે રિયલ લાગે છે. ફિલ્મનું ગીત ‘હુઈ મૈં મલંગ..’ પાર્ટી સોંગ છે. આ ઉપરાંત ટાઈટલ સોંગ પણ સારું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો