• Home
  • Business
  • Oyo joins Aditya Ghosh on board, Rohit Kapoor becomes CEO of Indo South Asia

ફેરફાર / OYOએ આદિત્ય ઘોષને બોર્ડમાં સામેલ કર્યા, રોહિત કપૂર ભારત-દક્ષિણ એશિયાના CEO બન્યા

આદિત્ય ઘોષ(ડાબે), ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ(મધ્યમાં) અને રોહિત કપૂર.(ફોટો ક્રેડિટઃ ઓયો ટ્વિટર)
આદિત્ય ઘોષ(ડાબે), ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ(મધ્યમાં) અને રોહિત કપૂર.(ફોટો ક્રેડિટઃ ઓયો ટ્વિટર)

  • ઘોષ નવેમ્બર 2018માં ઓયોના ભારત-દક્ષિણ એશિયા કારોબારના સીઈઓ બન્યા હતા
  • રોહિત કપૂર અત્યાર સુધી કંપનીના ન્યુ રિઅલ એસ્ટેટ બિઝનેસના સીઈઓ હતા 

Divyabhaskar.com

Dec 02, 2019, 03:35 PM IST

નવી દિલ્હીઃ ઓયો હોટલ્સ એન્ડ હોમ્સે આદિત્ય ઘોષને કંપનીના બોર્ડમાં સામેલ કર્યા છે. આ પહેલા ઘોષ CEO(ઈન્ડિયા-સાઉથ એશિયા)ની જવાબદારી સંભાળી રહ્યાં હતા, હવે આ જવાબદારી રોહિત કપૂરને મળી છે. કપૂર અત્યાર સુધી કંપનીના ન્યુ રિઅલ એસ્ટેટ બિઝનેસના સીઈઓ હતા. ઓયોએ સોમવારે આ ફેરફારની માહિતી આપી છે.

ઓયો પહેલા આદિત્ય ઘોષ ઈન્ડિગો એરલાઈનમાં હતા

આદિત્ય ઘોષ ગત વર્ષે નવેમ્બરમાં ઓયોના સીઈઓ બન્યા હતા. આ પહેલા 10 વર્ષ સુધી ઈન્ડિંગોમાં હતા. બીજી તરફ રોહિત કપૂર ગત વર્ષે ડિસેમ્બરમાં ઓયોના રિઅલ એસ્ટેટ કારોબારના સીઈઓ બન્યા હતા. આ પહેલા મેક્સ હેલ્થકેરના બોર્ડ મેમ્બર અને કાર્યકારી નિર્દેશક હતા.

ઓયોના ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ રિતેશ અગ્રવાલનું કહેવું છે કે આદિત્યની મજબૂત કારોબાર કુશળતા, સમસ્યાઓના સમાધાનની ક્ષમતા મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ વાળી સંસ્થા બનવાની ઈચ્છા જેવી ખૂબીઓને જોતા તેમને મટી અને સ્ટ્રેટેજિક જવાબદારી આપવામાં આવી છે.

નાણાંકીય વર્ષમાં ઓયોનું નુકસાન 6 ગણું વધીને 2,384.69 કરોડ રૂપિયાએ પહોંચી ગયું. 2017-18માં 360.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે રેવન્યુ ચાર ગણી વધીને 6,457 કરોડ રૂપિયા રહી. 2017-18માં 1,413 કરોડ હતી.

X
આદિત્ય ઘોષ(ડાબે), ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ(મધ્યમાં) અને રોહિત કપૂર.(ફોટો ક્રેડિટઃ ઓયો ટ્વિટર)આદિત્ય ઘોષ(ડાબે), ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ(મધ્યમાં) અને રોહિત કપૂર.(ફોટો ક્રેડિટઃ ઓયો ટ્વિટર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી