મુંબઈ / મુંબઈ-પૂણે હાઈવે પર શબાનાની કારને અકસ્માત, સીટ બેલ્ટ નહોતો બાંધ્યો

અકસ્માત બાદ શબાનાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
અકસ્માત બાદ શબાનાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
જાવેદ અખ્તર અને શબાના આઝમીને એમ્બ્યુલેન્સમાં બેસાડતા લોકો
જાવેદ અખ્તર અને શબાના આઝમીને એમ્બ્યુલેન્સમાં બેસાડતા લોકો

  • મુંબઈથી 60 કિમી દૂર ખાલપુર ટોલનાકા પાસે અકસ્માત થયો, શબાનાનો ડ્રાઇવર પણ ઘાયલ
  • અકસ્માતમાં જાવેદ અખ્તરને પણ સામાન્ય ઇજા થઇ, તેમણે કહ્યું- શબાનાને દુઆઓની જરૂરત
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરતું ટ્વિટ કર્યું

Divyabhaskar.com

Jan 19, 2020, 02:49 AM IST

મુંબઈથી મનીષા ભલ્લા અને પૂણેથી આશીષ રાય: અભિનેત્રી શબાના આઝમી(69) શનિવારે એક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઇ ગયા હતાં. શબાના આઝમી અને ગીતકાર જાવેદ અખ્તર ટાટા સફારીમાં મુંબઈથી ખંડાલા જઇ રહ્યાં હતાં. મુંબઈ-પૂણે એક્સ્પ્રેસ વે પર તેમની SUV એક ટ્રક સાથે અથડાઇ હતી. પોલીસ પ્રમાણે, ઓવરટેક કરવાની કોશિષ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માતમાં શબાનાના ચહેરા અને હાથમાં ઈજાઓ થઇ છે. તેમને પહેલા નવી મુંબઈની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ બાદમાં બ્રેન બ્લીડીંગ ન રોકાતા તેમને મુંબઈની એક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. અકસ્માતમાં જાવેદ અખ્તરને સામાન્ય ઇજાઓ થઇ છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે તેમને અત્યારે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર અને CEO ડો. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે શબાના આઝમીની હાલત અત્યારે સ્થિર છે અને તેઓ ઓબ્ઝરવેશનમાં છે.

રાયગઢના એસપી અનિલ પારાસ્કરે કહ્યું, ‘અકસ્માત બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે મુંબઈથી 60 કિમી દૂર ખાલાપુર ટોલ નાકા પાસે થયો.’ જાવેદ અખ્તરે કહ્યું, ‘શબાનાને ટ્રોમા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. તે ગંભીર છે અને તમારી દુઆઓની જરૂરત છે. આ વાતચીત કરવાનો સમય નથી કે અકસ્માતમાં કોની ભૂલ હતી. ડ્રાઇવર પણ નિવેદન આપવાની સ્થિતિમાં નથી.’ પોલીસ સૂત્રો પ્રમાણે, જાવેદ-શબાનાની SUVના ડ્રાઇવરે બીજી કારને ઓવરટેક કરવાની કોશિષ કરી હતી. આ દરમિયાન SUV પાછળથી એક ટ્રક સાથે અથડાઇ ગઇ હતી.

જાવેદ-શબાના મુંબઈમાં ઉજવણી કર્યા બાદ ખંડાલા જઇ રહ્યાં હતાં
શબાના આઝમી અને તેમના પરિવારના લોકોએ બોલિવુડની હસ્તિઓ સાથે મુંબઈમાં જ જાવેદ અખ્તરનો 75મો જન્મદિવસ મનાવ્યો હતો. તેમણે બે પાર્ટી હોસ્ટ કરી હતી. એક પાર્ટી 16 જાન્યુઆરીએ રેટ્રો થીમ પર થઇ હતી. બીજી પાર્ટી 17 જાન્યુઆરીની રાત્રે મુંબઈની તાજ લેન્ડ્સ હોટલમાં થઇ હતી. તેમાં બોલીવુડ સ્ટાર્સ સામેલ થયા હતાં. જાવેદ અખ્તરની નજીકના લોકોએ ભાસ્કરને જણાવ્યું કે વીકેન્ડ મનાવવા માટે શનિવારે બન્ને મુંબઈથી ખંડાલા જવા માટે નિકળ્યા હતાં, પરંતુ રસ્તામાં જ દુર્ઘટના સર્જાઇ ગઇ.

X
અકસ્માત બાદ શબાનાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાઅકસ્માત બાદ શબાનાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
જાવેદ અખ્તર અને શબાના આઝમીને એમ્બ્યુલેન્સમાં બેસાડતા લોકોજાવેદ અખ્તર અને શબાના આઝમીને એમ્બ્યુલેન્સમાં બેસાડતા લોકો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી