તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:વિધાન પરિષદની પાંચ બેઠકની ચૂંટણી મહાપાલિકા માટે એસિડ ટેસ્ટ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના અને ભાજપ આ ચૂંટણીઓમાં યુતિ કરશે એવી શક્યતા બિલકુલ જણાતી નથી

30 વર્ષ સુધી એકત્ર સંસાર કર્યા પછી શિવસેના અને ભાજપ અલગ થઈ ગયા પછી રાજકીય સમીકરણોમાં આમૂલ પરિવર્તન આવ્યાં છે. ખાસ કરીને આગામી મહિને વિધાન પરિષદની શિક્ષક, પદવીધર મતવિસ્તારની પાંચ બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં મહાવિકાસ આઘાડીના ત્રણ પક્ષો એકત્ર લડી રહ્યા છે. તે એક એસિડ ટેસ્ટ બની રહેશે. જોકે નવી મુંબઈ, વસઈ- વિરાર, કલ્યાણ- ડોંબિવલી અને ઔરંગાબાદ મહાપાલિકાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી એકત્ર લડશે કે કેમ તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.

2022ના આરંભમાં મુંબઈ, નાગપુર, પુણે, થાણે અને નાશિક જેવી મહત્ત્વપૂર્ણ મહાપાલિકાઓની ચૂંટણીનો રંગ જામશે. હાલમાં ભાજપ અને શિવસેના તેમાં એકત્ર આવશે એવાં કોઈ ચિહનો દેખાતાં નથી. મુંબઈ મહાપાલિકાનું બજેટ રૂ. 39,000 કરોડનું છે અને તે શિવસેનાની જીવાદોરી છે. ગત ચૂંટણીમાં ભાજપ- શિવસેના વચ્ચે બે-ચાર બેઠકનો જ ફરક રહ્યો હતો. કેન્દ્ર અને રાજ્યમાં બંને એકત્ર હતા અને કોઈ પણ ખેંચતાણ વિના ભાજપે શિવસેના પાસે સત્તા જવા દીધી હતી. તે સમયે શિવસેનાની આ જીવનદોરી તોડવાનો ભાજપનો ગેમ પ્લાન હશે એવું કહેવા છે. મુંબઈમાં મરાઠીઓની ટકાવારી ઓછી થઈ છે. જાણકારો અનુસાર ગયા વખતે તે 27 ટકા હતી અને હવે 23 ટકા છે. દર વખતે મરાઠી મતદારો શિવસેના તરફ એકત્ર આવ્યા છે.

શિવસેનાએ મુંબઈ જોખમમાં છે એવો સાદ આપીને અથવા ક્યારેક હિંદુત્વનો વઘાર કરીને પોતાનું વર્ચસ જમાવી રાખ્યું છે. મુંબઈમાં સૌથી સમસ્યાગ્રસ્ત મરાઠીઓ છે, જેઓ મોટે ભાગે ચાલીમાં રહે છે.બિન- મરાઠીઓની તે નોકરી કરે છે, પરંતુ આ શેઠ, ભૈયા, દક્ષિણ ભારતીયોની છાતી પર ભગવો છે એ અસ્મિતામાં શિવસેના હાથ નાખે છે અને જીતે છે. શિવસેના પ્રમુખે ઊભું કરેલું પક્ષ સંગઠન, શાખાઓનું લોકો સાથે જોડાણ અને શિવસેનાને લીધે જ મરાઠીઓને મુંબઈમાં ટકાવી રાખવામાં સફળતા મળી છે એવી છાપ પાડવામાં આવી છે તે તેનું જમા પાસું છે. જોકે શાખા પ્રમુખો, વિધાનસભ્યો બિલ્ડરોના ભાગીદાર બની જતાં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.આ વખતની ચૂંટણી ફક્ત મરાઠીના મુદ્દા પર લડીને ભગવો લહેરાવી શકાશે નહીં એવું શિવસેના જાણી ગઈ છે.

જો તે કોંગ્રેસ- રાષ્ટ્રવાદી સાથે યુતિ કરીને લડશે તો તેના હિંદુત્વને ભાજપ પડકારશે. આથી બે ભગવા પક્ષોમાં ઘમસાણ જોવા મળશે. ખાસ કરીને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ લડત પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. જો અહીં તેઓ સત્તા ટકાવી શક્યા તો આગામી દસ વર્ષ તેમને પાછળ જોવાનો વારો નહીં આવે. શિવસેના – કોંગ્રેસ એમ બે પરંપરાગત હરીફો એકત્ર અને શિવસેના- ભાજપ પરંપરાગત મિત્ર વિરોધમાં લડતાં જોવાનું રોમાંચક બની રહેશે.ભાજપે ઘાટકોપર, મલાડ, મુલુંડ, બોરીવલી, કાંદિવલી, મુંબાદેવી, કાલબાદેવીની પણ પાર પોતાનો વિસ્તાર કરી દીધો છે. પક્ષના વરિષ્ઠ નેતા સ્વ. પ્રમોદ મહાજન મુંબઈ તો ભાજપના ગળાનો હાર છે એમ કહેતા. આથી આ હાર પહેરવા માટે ભાજપ આ વખતે કોઈ કસર બાકી રાખતા માગતો નથી, જેથી હમણાંથી જ શરૂઆત કરી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો