તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:જામનગરના અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને દબોચીને ભોગગ્રસ્તને શોધી કાઢી

જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગરચરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના હેડ કોન્સ. સલીમભાઇ નોયડા અને મેહુલભાઇ ગઢવી સહિતની ટીમને સીટી સી પોલીસ મથકના એક અપહરણના ગુનામાં સંડોવાયેલા શખ્સ વિશે બાતમી મળી હતી.જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે બાતમીના આધારે આરોપી રાહુલ મહેશભાઇ દુધરેજીયા (રે. હાલ કુબેરનગર, અમદાવાદ, મુળ શંકરટેકરી, શાસ્ત્રીનગર, જામનગર)ને પકડી પાડયો હતો.જયારે ભોગ ગ્રસ્તને પણ શોધી કઢાઇ હતી. પોલીસે આરોપીને સીટી સી પોલીસને હવાલે કર્યો હતો જેની અટકાયત કરવાની તજવિજ હાથ ધરી પુછપરછ સાથે તપાસ પોલીસે શરૂ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો