તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:બે સગા ભાઇ બહેન સહિત 3 સાથે કુચેષ્ટા કરનાર ઝડપાયો, વીડિયો બતાવવાના બહાને બોલાવી કૃત્ય કરતો

રાજકોટએક દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા બે સગાં ભાઇ બહેન અને એક અન્ય બાળકી સહિત ત્રણ બાળકો સાથે કુચેષ્ટા કરનાર પાડોશી પરપ્રાંતીય શખ્સનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ અન્ય કોઇ બાળકોને નિશાન બનાવ્યા હતા કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી. સાધુ વાસવાણી રોડ પર ભાડાના મકાનમાં રહેતી અને બહાર ઘરકામ કરવા જતી મહિલા ચાર દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે તેની સાત વર્ષની પુત્રી અને આઠ વર્ષનો પુત્ર રમતાં રમતાં બીભત્સ હરકતો કરતા જોવા મળ્યા હતા. બંને સંતાનોના કૃત્યથી ડઘાઇ ગયેલી મહિલાએ આવું ક્યાંથી શિખ્યા તેમ પૂછતા બાળકોએ કહ્યું હતું કે, પાડોશમાં રહેતો સત્યેન્દ્રકુમાર ધર્મદેવરામ મોબાઇલમાં વીડિયો બતાવવાનું કહી ઓરડીમાં બોલાવતો હતો અને ત્યાં હરકતો કરવા લાગતો હતો. તેમજ અન્ય એક બાળકી સાથે પણ કૃત્ય કરતો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો