કચ્છ / ભુજ નકલી નોટ કાંડના સુત્રધારને પોલીસે બેગ્લોરથી ઝડપી પાડ્યો

accused of bhuj duplicate currency scam arrested

  • મુળ નખત્રાણા તાલુકાના ટોડીયા ગામનો આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર
  • બી ડિવિઝન પોલીસની ટીમે બેગ્લોર જઇ આરોપીની કરી ધરપકડ

Divyabhaskar.com

Feb 19, 2020, 10:40 AM IST
ભુજઃ ભુજોડી નજીક આવેલા વર્ધમાનનગર પાસેની પાર્શ્વનાથ સોસાયટીમાં બી-ડિવિઝન પોલીસે દરોડો પાડીને 100 રૂપિયાના દરની નકલી નોટો સાથે ત્રણ વેપારીને દબોચી લીધા બાદ રિમાન્ડમાં બેગ્લોરના શખ્સનું નામ ખુલતાં પોલીસ કાફલો બેગ્લોર પહોંચીને મુખ્ય સુત્રધાર એવા મુળ નખત્રાણા તાલુકાના ટોડીયા ગામના કિશોર વાલજીભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો જેને પુછતાછમાં બેગ્લોરના જ એક આજીમખાન નામના શખ્સે નકલી નોટ કમીશન આપવા પેટે બજારમાં મુકવા આપી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. પોલીસે દસ દિવસના રિમાન્ડ માટે ભુજની કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત નવ ફેબ્રુઆરીના બી ડિવિઝન પોલીસે પાશ્વનાથ સોસાયટીમાંથી એક મકાનમાંથી દરોડો પાડીને અતુલ પ્રાણલાલ વોરા (જૈન)ને 100 રૂપીયાના દરની 37 નવી નકલી નોટ સાથે દબોચી લીધો હતો. પકડાયેલા અતુલે બેંગલોરના કિશોર પટેલ પાસેથી 100 રૂપિયાની 700 નોટ લીધી હોવાનું અને બાકીની નોટ ભુજમાં આવેલા શરાફ બજારના બે વેપારીઓને છુટક વટાવવા આપી હોવાનું કહેતા પોલીસે શરાફ બજારમાં આવેલી લધા ઉકા ઝાલાની દુકાનમાં આવી ભાવેશ મુળશંકર ઝાલા (રહે. પ્રમુખસ્વામી નગર,ભુજ)વાળાને વટાવવા આપેલી 412 નોટ અને સી. પ્રફુલચંદ્ર એન્ડ કંપનીની દુકાનમાં બેઠેલા સ્નેહલ પ્રફુલચંદ્ર ઝવેરી (રહે. ભુજ)વાળા પાસેથી 250 નોટ મળીને પોલીસે ત્રણેય આરોપી પાસેથી કુલ 637 નોટ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડ મેળવીને રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટના આદેશથી જેલમાં ધકેલી દિધા હતા.
દરમિયાન આ કેસના મુખ્ય આરોપી કિશોરને ઝડપી પાડવા બી ડિવિઝન પોલીસ મથકના નિરૂભા ઝાલ થતા અન્ય સ્ટાફ બેગ્લોર પહોંચીને મુળ નખત્રાણા તાલુકાના ટોડીયા ગામના અને મંડ્યા જીલાના કોટયા તાલુકો મુડડુરના લાકડાનો વેપાર કરતા કિશોર વેલજીભાઇ પટેલને ઝડપી પાડીને ભુજ લઇ આવ્યા હતા. આરોપીની પુછતાછમાં તેણે બેગ્લોરના આજીમ ખાન પાસેથી છ માસ અગાઉ 70 હજારની 100ના દરની નોટો 8થી દસ ટકાના કમીશન માટે લીધી હતી અને ભુજના અતુલ રૂપિયાની જરૂર હોવાથી 100ના દરની 700 નોટ અતુલને આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મંગળવારે આરોપીને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ વિગતો ઓકાવા સઘન પુછતાછ હાથ ધરી છે. આ નકલી નોટો અગાઉ કેટલાને પધરાવી દીધી છે અને કયાં કયાંથી મેળવેલ તે સહિતના મુદ્દાઓ રીમાન્ડ દરમિયાન તપાસ કરાશે.
6 માસ પુર્વે બેગ્લોરના અજીમખાને 70 હજારની નકલી નોટ આપી હતી
પકડાયેલા કિશોર પટેલે પોતે લાકડાનો વેપારી હોવાથી બેગ્લોરના લાકડાના વેપારી આજીમખાન સાથે સંપર્ક થયો હતો. અને આજીમખાને કિશોર પટેલને આઠથી દસ ટકાના કમીશન પર 70 હજારના નકલી નોટના બંડલ આપ્યા હતા. જેમાંથી 100 રૂપિયાની 700 નોટ ભુજના અતુલને આપી હતી.
ભુજના અતુલ અને કિશોર પટેલ સાથે ગયો હતા
ભુજના અતુલને રૂપિયાની જરૂર હોવાથી અતુલ પુના ગયો હતો જ્યાં કિશોર પટેલને મળી બન્ને જણાઓ બેગ્લોર ગયા હતા જ્યાં કિશોર પટેલના ઘરે રોકાયા હતા અને આજીમખાન સાથે ફોન પર વાત કરી હતી આજીમખાને પોતાનો માણસ મુકવાની વાત કરી જગ્યા નકી કરી તે જગ્યાએ એક બાઇક સવાર બુકાનીધારી આવીને નકલી નોટના બંડલ આપી ગયો હતો.
X
accused of bhuj duplicate currency scam arrested

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી