તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:બામણવાડાના પૂર્વ ઉપસરપંચ હત્યા કેસમાં આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલીના બામણવાડા ગામના પૂર્વ ઉપસરપંચના હત્યા કેસમાં આરોપીઓને બુધવારે કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ચીખલી તાલુકાના બામણવાડા ગામનાં પૂર્વ ઉપસરપંચ નિલેશ છના પટેલ (ઉ.વ. 37, રહે. પટેલ ફળિયુ, બામણવાડા, ચીખલી)ની 2જી માર્ચે ડેરીમાં નોકરી કરી ઘરે પરત ન આવતા બીજા દિવસે તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. એલસીબીએ આ હત્યા પ્રેમ પ્રકરણ અને નાણાની લેતીદેતીમાં થઈ હોવાની માહિતી મળતા મૃતકની પ્રેમિકા ધર્મિષ્ઠા, તેના પતિ ચિન્મય પટેલ અને તેના બે સાગરીતો દીપેશ હળપતિ અને મનોજ હળપતિની અટક કરી હતી. તેમના કોવિડ-19 ટેસ્ટ કરાવતા તેમના ટેસ્ટ નેગેટીવ આવતા પોલીસે ચીખલી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે ચારેય આરોપીના ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો