તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છેતરપિંડી:સુરતના ભેજાબાજે કેનેડા જવા ઇચ્છતા વડોદરાના 3 લોકો પાસેથી 7 લાખ રૂપિયા પડાવી લીધા

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • નકલી વર્ક પરમિટ વિઝા અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવીને છેતરપિંડી કરી, નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરમાં કેનેડા જવા માંગતા 3 ઇચ્છુકો પાસેથી રૂપિયા 7 લાખ પડાવી નકલી વર્ક પરમિટ વિઝા અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવીને છેતરપિંડી આચરનાર સુરતના ભેજાબાજ વિરૂદ્ધ નવાપુરા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.

નકલી વર્ક પરમિટ વિઝા અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવી છેતરપિંડી આચરી
વડોદરા શહેરના સમા ગામમાં રહેતા ભદ્રેશભાઈ પંડ્યા કન્સલ્ટનસી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કારેલીબાગ ખાતે ઓફિસ ધરાવે છે. દરમિયાન નડિયાદના ગ્રાહક હીરાભાઇ પટેલ સાથે પરિચય થયો હતો. તેઓએ જણાવ્યું હતું કે મૂળ નડિયાદનો રહેવાસી અને હાલમાં સુરતના ઉધના ખાતે રહેતો રાજેન્દ્રકુમાર ઉમાશંકર પ્રસાદ વર્ક પરમિટ વિઝા આપવાનું કામ કરે છે, જેથી ભદ્રેશભાઇએ કેનેડા જવા માંગતા તુષાર પટેલ, મિત્તલ ચાવડા અને હર્ષ મનોહરને રાજેન્દ્ર કુમારનો સંપર્ક કરાવ્યો હતો, જ્યાં તેણે ટોકન પેટે ત્રણેય પાસેથી 1.50 રોકડા લીધા હતા અને ત્યારબાદ તુષાર પટેલ પાસેથી 2 લાખ મિત્તલ ચાવડા પાસેથી 1.75 લાખ અને હર્ષ મનોહર પાસેથી રૂપિયા 76,500 મળી વધુ 4,51,500 પડાવ્યા હતા. ત્યારબાદ નકલી વર્ક પરમિટ વિઝા એપોઇન્ટમેન્ટ લેટર બનાવી છેતરપિંડી આચરી હતી.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
નવાપુરા પોલીસે ફરિયાદના આધારે રાજેન્દ્ર કુમાર વિરૂદ્દ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો