તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:એલાઇવ્ઝ જિમ ઠગાઈ કેસમાં એકાઉન્ટન્ટના જામીન નામંજૂર

વડોદરાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબ સાથે 3 કરોડથી વધુની ઠગાઇનો કેસ

તબીબ સાથે ત્રણ કરોડથી વધુ રકમનું ચીટિંગ કરવાના કેસમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. દેવાંગ શાહને કૈલાસ જાધવે જિમમાં રોકાણ કરાવી સારું વળતર અપાવવાની લાલચ આપી ભાગીદારીમાં જિમ શરૂ કર્યું હતું. ત્યારબાદ ખોટા હિસાબો કરી અલગ અલગ બેંકોમાંથી લોનો લઈ લીધી હતી. કૈલાસ જાધવે તબીબ સાથે અંદાજે ત્રણ કરોડથી વધુ રકમનું ચીટિંગ કર્યું હતું.

આ કેસમાં પોલીસે જિમના અાર્થિક વ્યવહારોની કામગીરી કરનાર એકાઉન્ટન્ટ સંજય હલિયાલની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ સંજયે અદાલતમાં જામીન અરજી મૂકતા ફરિયાદી દેવાંગ શાહ તરફે એડવોકેટ હિતેશ ગુપ્તાએ અદાલતમાં ફરિયાદીનું સોગંદનામું તેમજ અારોપી વિરુદ્ધના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. જામીન અરજીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યા હતા. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો