તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભાઈબીજ માટે જતાં પરિવારને અકસ્માત, ઘાયલ પુત્રનું મોત

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાઈબીજ કરવા આણંદના ભદ્રાસા ખાતે બાઇક પર જઇ રહેલા પરિવારને વસનપુરા નજીક અન્ય બાઈકે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત 5 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.સાવલીના મેવલી ગામે રહેતા કિરણસિંહ ચૌહાણ ગત 16મી તારીખે પત્ની અને બે બાળકોને લઈને આણંદના ભદ્રાસા ખાતે રહેતાં તેમનાં બહેનને ત્યાં ભાઈબીજ કરવા બાઇક પર જઈ રહ્યા હતા. તેઓ વસનપુરા ગામ નજીક પહોંચતાં સાવલી તરફથી આવી રહેલી એક કારની પાછળ પુરઝડપે આવતી બાઇકના ચાલકે ઓવરટેક કરવા જતાં તે કિરણસિંહની બાઇક સાથે અથડાતાં અકસ્માતમાં કિરણસિંહનો પરિવાર રોડ પર દૂર ફંગોળાયો હતો.અકસ્માતમાં કિરણસિંહ અને 5 વર્ષના પુત્ર મિતેષને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન સયાજીમાંમિતેષનું મોત નીપજ્યું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો