તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:હળવદ હાઇવે પર મોરબી-માળીયા ચોકડી પાસે પોલીસની પેટ્રોલિંગ વાનનો અકસ્માત

હળવદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી ચોકડી પાસે ટ્રક ચાલકે પોલીસ વાનને ટક્કર મારતાં પીઆઈ સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ દેકાવાડિયા અને ડી સ્ટાફના માણસો ગુરુવારે હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હળવદથી મોરબી તરફ જતા ટ્રકે પોલીસ વાનને ટક્કર મારતાં વાનના ડ્રાઇવર હુસેનભાઈ હાથમાં ફ્રેકચર થયું હતું. તેમજ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ.દેકાવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ દેવુભાઝાલા, યોગેશદાન ગઢવી, ગંભીરસિંહ ઝાલા સહિતના કર્મીઓને નાની મોટી ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ હળવદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અને સ્ટાફના માણસો અકસ્માત સ્થળે જઈ ઈજાગ્રસ્ત પીઆઈ, પોલીસ કોસ્ટેબલને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા.

જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ બનાવની અંગે ટ્રક ચાલક સામે પીઆઇ પી.એ.દેકાવાડીયાએ અકસ્માત સર્જી નાશી છુટ્યાની ફરીયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો