તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દેણા ગામના બ્રિજ પર પીધેલા 4 નબીરાની કારને અકસ્માત

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે મધરાતે સ્ટિયરિંગ પરના કાબૂ ગુમાવતાં બનાવ બન્યો
  • પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પહોંચતાં અકસ્માતની જાણ થઈ

શહેર નજીક દેણા પાસેના બ્રિજ પર શનિવારે મધરાતે દારૂનો નશો કરીને ફોર્ચ્યુનર કાર લઈ ફરવા નીકળેલા 4 નબીરાની કારને અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલિંગ કરી રહેલી તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ચારેય દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે ગુનો નોંધ્યો હતો.તાલુકા પોલીસની ટીમ શનિવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં દેણા પાસેના બ્રિજ પર ફોર્ચ્યુનર કાર અકસ્માત થયેલી હાલતમાં જોવા મળી હતી.કારમાં ગોબા પડી ગયા હતા અને એક ટાયર પણ ખુલ્લું પડી ગયું હતું. કાર પાસે ચાર યુવકો ઊભા હતા. પોલીસે કાર ચલાવનારનું નામ પૂછતા તે દીમંત કાંતિલાલ પટેલ (પાટણ) હોવાનું બહાર આવ્યું હતું.

તેની સાથે ઊભેલા અન્ય યુવકોમાં અર્પણ ભાનુભાઇ પટેલ (શ્રીજી સોસાયટી, ન્યૂ સમા રોડ ), નિરવ લાલજીભાઈ પટેલ (મહેસાણા)અને સૌરભ રાજેન્દ્ર પટેલ (સુરત) હોવાનું બહાર આવ્યું હતું. ચારે યુવકોની તપાસ કરતાં દારૂનો નશો કર્યો હોવાનું જણાયું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, ચારેય મિત્રો ફરવા નીકળ્યા હતા ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો. વડોદરાનો અર્પણ પટેલ મોબાઈલ ટ્રેડિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો છે, જ્યારે તેના મિત્રો મળવા આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો