તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામજોધપુરના ચૂર ગામના તત્કાલીન સરપંચે વગર કામે લાખો રૂપિયાનું ચુકવણું કરતા ACBમાં ગુનો નોંધાયો

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાનો દુરઉપયોગ કરી ગેરરીતી આચરી પાણીના ટાંકો અને પાઇપલાઇનના રૂપિયા 1,89,400 ચુકવી દીધા

જામજોધપુર તાલુકાના ચૂર ગામે તત્કાલીન સરપંચે વર્ષ 2016-17માં ગામમાં વિકાસ કાર્યો અંતર્ગત ગામમાં હકિકતમાં કામો ન થવા છતા કમ્પલીશન સર્ટીફીકેટ આપી લાગતાવળગતાને સતાનો દુરઉપયોગ કરી રૂ.1,89,400નુ ચુકવણુ કરી દિધાની ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ એસીબીમાં અરજી કરી હતી. જેના આધારે એસીબીએ તપાસ ચલાવતા ચૂર ગામના મહિલા સરપંચ સહિત બન્ને સરપંચે સતાનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર નાણા ચુકવ્યાનું સાબિત થતા હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના ચુર ગ્રામપંચાયતે વર્ષ 2016-17માં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ ગામમાં રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમાં પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઇ રાઠોડ અને નિતેશસિહં ગંભીરસિંહ જાડેજાએ જવાબદાર અધિકારીની સ્થળ તપાસ વગર જ કમ્પલીશન સર્ટીફીકેટ આપી દિધું હતું.તેમજ સબંધીતોના નામના વાઉચર બનાવી કામ થયુ ન હોવા છતા કાગળ પર કામ દર્શાવી રૂ.1,89,400 ચુકવણું પણ કરી દિધું હતું.

જેથી નાણાકિય ગેરરીતી અંગેની જામજોધપુર તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પ્રફુલ્લચંદ્ર દામજીભાઇ સંચાણીયાએ એસીબીમાં બન્ને સરપંચ વિરૂધ્ધ અરજી કરી હતી.જે અરજી અન્વયે એસીબી દ્વારા તપાસ આરંભતા સાબિત થયુ હતું કે, સ્થળ પર કામ થયું ન હોવા છતા ખોટા દસ્તાવેજો ઉભા કરી વાઉચર દ્વારા રૂ.1,89,400 નુ ગેરકાયદેસર ચુકવણુ કરી દિધું છે.એસબીએ ઉપરોક્ત બન્ને તત્કાલીન સરપંચો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. એસબીની આ કાર્યવાહીથી ભ્રષ્ટ્ર સરપંચોમાં ભારે ફફડાટ મચી ગયો છે. હજુપણ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોની ગેરરીતિઓની અરજીઓ એસીબીમાં તપાસ હેઠળ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો