મહારાષ્ટ્ર / સિંચાઈ ગોટાળામાં અજિત પવારને એન્ટી કરપ્શનની ક્લીન ચિટ

અજિત પવારની ફાઇલ તસવીર.
અજિત પવારની ફાઇલ તસવીર.

  • જો કોર્ટ આદેશ આપે તો ફરીથી તપાસ કરવામાં આવી શકે છે

Divyabhaskar.com

Dec 21, 2019, 05:48 AM IST
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારને રૂ. 70,000 કરોડના સિંચાઈ ગોટાળા પ્રકરણમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે એસીબીએ મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠમાં રજૂ કરેલી એફિડેવિટ દ્વારા આ સ્પષ્ટ થયું છે. આ એફિડેવિટને લીધે અજિત પવારને મોટો દિલાસો મળ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
સિંચાઈ ગોટાળા પ્રકરણે સિંચાઈ વિભાગ સાથે સંબંધિત 2654 ટેન્ડરની તપાસ ચાલી રહી છે. તેમાંથી 45 પ્રકલ્પ વિદર્ભ સિંચાઈ મહામંડળના છે, જ્યારે 212 ટેન્ડર પ્રકરણની તપાસ પૂરી કરવામાં આવી છે. 212માંથી 24 પ્રકરણની નોંધણી કરવામાં આવી છે. આ 24માંથી 5 પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરવાનું કામ પૂરું થયું છે. તેમાંથી પુરાવા નહીં હોવાથી 45 ટેન્ડરની તપાસ બંધ કરવામાં આવી છે. આમાંથી કુલ 9 કેસ બંધ કરવામાં આવ્યા છે અને તેમાંથી કોઈ પણ પ્રકરણ સાથે અજિત પવારનો કોઈ સંબંધ નહીં હોવાનું એસીબીએ એફિડિવેટમાં જણાવ્યું છે.
જોકે વધુ કોઈ માહિતી બહાર આવે અને જો કોર્ટ તે બાબતે કોઈ આદેશ આપે તો આ પ્રકરણની ફરીથી તપાસ કરવામાં આવી શકે છે એવું એસીબીએ જણાવ્યું છે. આથી કોર્ટ હવે શું નિર્ણય આપે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આ ગોટાળામાં અજિત પવારનું નામ હોવાથી પ્રકરણની તપાસ અત્યંત ધીમી ગતિથી થઈ રહી હોવાની ફરિયાદ અરજદાર જનમંચે કરી હતી. આથી આ પ્રકરણ તપાસ માટે સીબીઆઈના હાથમાં સોંપવામાં આવે એવી માગણી પણ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે તે બાબતે એસીબીએ રજૂ કરેલી એફિડેવિટમાં અજિત પવારને મોટો દિલાસો મળ્યો છે. કોઈ પણ પ્રકરણના ગુનામાં અજિત પવારનો સંબંધ હોવાનું દેખાતું નહીં હોવાનું એસીબીએ એફિડેવિટમાં જણાવ્યું છે.
આ પૂર્વે પણ અજિત પવારે વિદર્ભનાં અમુક સિંચાઈ ગોટાળા પ્રકરણમાં ક્લીન ચિટ આપવામાં આવી હતી. એસીબીનાં એસપી રશ્મી નાંદેડકરે મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠ સામે દાખલ કરેલી એફિડેવિટમાં અજિત પવાર વિરુદ્ધ કોઈ પણ ફોજદારી કાર્યવાહી નહીં કરી શકાશે એવી નોંધ સ્પષ્ટ રીતે કરી હતી.
X
અજિત પવારની ફાઇલ તસવીર.અજિત પવારની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી