તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Diwali Celebration At Gokuldham Vaishnav Haveli Temple Atlanta

ગોકુલધામ હવેલી-એટલાન્ટા ખાતે દિવાળીની ધમાકેદાર ઉજવણી, સિંગર ઓસમાણ મીરે શ્રોતાઓને ડોલાવ્યા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

એટલાન્ટા: ગોકુલધામ હવેલી-એટલાન્ટા ખાતે દિવાળીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રખ્યાત ગુજરાતી સિંગર ઓસમાણ મીરે પોતાના સુરીલા કંઠે ગરબા અને લોકગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા.


વૈષ્ણવ હવેલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી લોક સંગીતના 1500થી વધુ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. આ મ્યુઝિક કાર્યક્રમમાં ઓસમાણ મીરે જ્યારે ગરબા ગાવાના શરૂ કર્યા ત્યારે ઉપસ્થિત ગુજરાતીઓ પોતાને રોકી શક્યા નહોતા અને ઉભા થઈને સ્ટેજ પાસે ગરબાની રમઝટ બોલાવી હતી. 


આ રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ પટવા, અશોકભાઈ પટેલ, ભોપાજી પટેલ, હેતલ પટેલ વગેરેએ જહેતમ ઉઠાવી હતી. કાર્યક્રમમના અંતે ગોકુલધામ હવેલીના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં ટેસ્ટી ફૂડ મહેમાનોને પીરસવામાં આવ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો