ભુજ / સુવર્ણ કમળ ચંદ્રક મેળવનારી પ્રથમ ફિલ્મના સર્જક અભિષેક શાહે કર્યા ગજબનાક શ્રીગણેશ

Abhishek Shah, creator of the first film to win a gold lotus medal

  • ‘હેલ્લારો’ રિલીઝ થતા પૂર્વે યુવાન દિગ્દર્શક સાથેની વાતચીત

Divyabhaskar.com

Nov 06, 2019, 09:43 AM IST

ભુજઃ કમળ. સુવર્ણ કમળ. હા, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અસ્તિત્વ બાદ વહેલીવાર ખીલ્યું છે સુવર્ણ કમળ. ૧૯૩૨માં શરૂ થયેલી ફિલ્મોની યાત્રામાં છેક ૨૦૧૯માં મળ્યો ગોલ્ડન લોટસ એવૉર્ડ. આનો પૂરેપૂરો યશ અને જશના હકદાર છે ગૌરવપ્રદ કચ્છની પશ્ચાદભૂમાં સર્જાયેલી ફિલ્મ ‘હેલ્લારો’ના સર્જક અને કલાકાર- કસબીઓ. કચ્છ કનેકટેડ ‘હેલ્લારો’ને બેસ્ટ ફિચર ફિલ્મ ઉપરાંત કલાકારોની સુપર્બ એક્ટિંગને લીધે બાર મહિલા કલાકારોને જ્યુરીનો બેસ્ટ એકટ્રેસનો એવૉર્ડ પણ મળ્યો છે.

સૌથી પહેલાં ટૂંકમાં જાણીએ કે ‘હેલ્લારો’ છે શું? દેશની બધી ભાષાની ફિલ્મોમાં ‘હેલ્લારો’ શિરમોર સાબિત થઈ એ નાનીસૂની સિદ્ધિ નથી. આ ટાઈટલનો અર્થ થાય અભિવ્યક્તિનું મોજું, લાગણીનું મોજું કે ઊર્જાનું મોજું. આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદના ૩૬ વર્ષીય યુવાન અભિષેક શાહનું આ દિગ્દર્શન તરીકેનું આ પ્રથમ કદમ છે. આવો અદ્ભુત આરંભ કરનારા અભિષેક શાહ પાસેથી જ જાણીએ એમની જર્ની અને ‘હેલ્લારો’ની સર્જન પ્રક્રિયા.

અભિષેક, સૌ પ્રથમ તો વાંચકોને તમારા વિશે જણાવશો?
મારો ઉછેર અમદાવાદમાં. હું નાનપણથી નાટકનો કરતો. અભિનેતા, દિગ્દર્શક અને લેખન. મેં બી. એસ. સી. કર્યું. પછી પત્રકારત્વમાં ડિપ્લોમા. સ્ટોરી ગેમિંગમાં ખૂબ દિલચસ્પી. પરંતુ ક્યારેય પદ્ધતિસર ની તાલીમ લીધી નથી. દૂરદર્શન પર કોઈ પણ ભાષાની ફિલ્મ આવતી હોય, અમારા ઘરમાં ટીવી ચાલું હોય. હું એકોએક ફિલ્મ જોઉં. એ જ મારી સિનેમાથી તાલીમ એમ કૂહું તો ચાલે.

આમાં ‘હેલ્લારો’નો ફણગો કેવી રીતે ફુટ્યો અને વિકસ્યો?
તુષાર દવેએ કચ્છી લોકકથા ઓનલાઈન સંભળાવી જે મને સુપર્બ લાગી. એ લોકકથાનું બીજ લઈને વાર્તા વિકસાવવું શરૂ કર્યું. વાર્તા વિકસાવતા હું ક્યારે દિગ્દર્શક બની ગયો એ ખબર ન પડી.’ ‘મારી વાર્તા પરથી પટકથા વિકસાવવામાં સાથે જોડાયો પ્રતિક ગુપ્તા. આ ફિલ્મમાં એડિશનલ સ્ક્રીનપ્લે, સંવાદ અને ગીત સૌમ્ય જોગીના છે.

સરહદી વિસ્તારની કથા ફેલાવવાની પ્રક્રિયા ઓછી કષ્ટદાયક નહિ જ હોય ને?
‘અફકોર્સ. કચ્છમાં પાકિસ્તાન બાજુની સરહદ પર આપણું છેલ્લું ગામ કુરન. એનાથી ત્રણ કિમી છેડે ઈન્ડિયા બ્રિજ આવેલો છે. મારે આ વિસ્તારની અભિવ્યક્તિના ઝંખનાને રજૂ કરવી હતી. બાર બહેનો અને એક ઢોલી અને સરહદ પરનું છેલ્લું ગામ. મારે ત્યાં સેટ બનાવવો હતો. એવું લોકેશન જોઈતું હતું કે જ્યાં આંખ ઊંચી કરીએ તો વીજળીના થાંભલા, મોબાઈલના ટાવર કે કંઈ ન દેખાય; માત્ર કુદરત, રણ અને આકાશ જ નજરે પડે. પરંતુ આ આસાન નહોતું. બોર્ડ સિક્યોરિટી ફોર્સે કહી દીધું કે કેમેરા લઈને જવા નહિ મળે. વનવિભાગે પણ ઈન્કાર કરી દીધો. ખૂબ મહેનત કરવી પડી પરમિશન મેળવવા માટે. રણની વચ્ચોવચ અમે પચીસ ઘરનો સેટ બનાવ્યો હતો. જો કે આ વાસ્તવિક-સાચા ઘર બનાવાયા હતા. મારે ૧૯૭૫નું કચ્છ ઊભું કરવું હતું એટલે એ સમયે હતા એવાં ભૂંગા જેવા જ ઘર બનાવડાવ્યા.’

શૂટિંગના અનુભવ કેવો રહ્યો?
એકદમ ફેન્ટેસ્ટિક. શૂટિંગ સવારે સાત વાગે શરૂ થાય. મેકઅપ, છાંટણા કરાવવા અને કોસ્ચ્યુમ પહેરીને તૈયાર થવા માટે બધી એક્ટ્રેસ સવારે ત્રણ વાગે જાગવું પડે. ગેટથી ઘણે દૂર કલાકારોની રહેવાની વ્યવસ્થા. ત્યાં ક્યારેક લોટ ખલાસ થઈ જાય, ક્યારેક લાઇટ જતી રહે અને ક્યારેક પાણીના ટેન્કર ન આવે તો નહાવાનું માંડી વાળવું પડે. એકવાર તો બે અભિનેત્રી ગરમીથી બેહોશ થઈ ગઈ. આફતો ઘણી આવે પણ અમારા બધાના જોશ, ગુસ્સા અને સ્પિરિટ એકદમ અડીખમ.

ફિલ્મમાં બાર મહિલા કલાકારો છે, બાળકી છે. તો પસંદગી કેવી રીતે કરી?
મારી વાર્તાના કચ્છમાં બહેનો અલગ ભાષા બોલે છે. એ ભાષામાં ખેલો ડાયલૉગ મેં ઓડિશન માટે રાખ્યો હતો. આમાં જે અભિનેત્રી પસંદ થાય એની પાસે ગરબાનું ઓડિશન કરાવાયું. અમે અમદાવાદ અને મુંબઈમાં ઓડિશન કર્યા બાદ જામનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને મુંબઈના કલાકારોની પસંદગી કરી. આ વુમન પવારે એવી કમાલ કરી કે તેમની સૌની પસંદ બેસ્ટ એકટ્રેસનો જ્યુરી એવૉર્ડ મળ્યો. આપણા ગુજરાતની બાર- બાર મહિલા રાષ્ટ્રપતિ સમક્ષ વોરડ માટે જશે એ પળ ઐતિહાસિક હશે.’

X
Abhishek Shah, creator of the first film to win a gold lotus medal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી