બર્થડે / અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાની તસવીર શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Abhishek Bachchan shares birthday photo with wife Aishwarya on social media

Divyabhaskar.com

Nov 01, 2019, 12:44 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયનો પહેલી નવેમ્બરે 46મો જન્મદિવસ છે. ઐશ્વર્યાએ પતિ તથા દીકરી સાથે રોમમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. અભિષેકે સોશિયલ મીડિયામાં પત્નીની તસવીર શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અભિષેકે જન્મદિવસ વિશ કર્યો
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયામાં ઐશ્વર્યાની તસવીર શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તસવીરમાં ઐશ્વર્યાએ તૂર્કીના ડિઝાઈનર નેડરેટે ડિઝાઈન કરેલું લાઈટ પિંક તથા વ્હાઈટ ગાઉન પહેર્યું છે અને ઈયરરિંગ્સ કૅરી કર્યાં છે. આ ઉપરાંત તેના હાથમાં ઘડિયાળ અને રિંગ્સ છે. અભિષેકની આ પોસ્ટ પર બિપાશા બાસુ, શ્વેતા બચ્ચન નંદા, સોનાલી બેન્દ્રે તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી છે. ઐશ્વર્યા રાય રોમમાં એક બ્રાન્ડ પ્રમોશનલ માટે આવી હતી, આ બ્રાન્ડ સાથે એક્ટ્રેસ છેલ્લાં 20 વર્ષથી જોડાયેલી છે.

Happy birthday Principessa!!! ❤️

A post shared by Abhishek Bachchan (@bachchan) on

વીડિયો વાયરલ થયો
ઈવેન્ટનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય પ્રોગ્રામમાં દીકરી આરાધ્યાને બોલાવે છે અને પછી આરાધ્યા દોડીને આવે છે. આરાધ્યાએ પણ મોમ એશ સાથે મેચિંગ કરીને પિંક રંગનું ગાઉન પહેર્યું હતું. અભિષેક પણ આ ઈવેન્ટમાં આવ્યો હતો.

બચ્ચન પરિવારે દિવાળી પાર્ટી આપી હતી
બચ્ચન પરિવારે બે વર્ષ બાદ દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. ઐશ્વર્યા તથા અભિષેકે તમામ મહેમાનોનું અંગત રીતે ધ્યાન રાખ્યું હતું. પાર્ટીમાં શાહરુખ-ગૌરી, રીષિ કપૂર-નીતુ સિંહ, અનુપમ ખેર, હેમામાલિની, એશા દેઓલ-ભરત તખ્તાની, કાજોલ, મુકેશ અંબાણી-નીતા અંબાણી સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. દિવાળી પાર્ટી સેલિબ્રેટ કર્યાં બાદ અભિષેક-ઐશ તથા આરાધ્યા રોમ જવા રવાના થયા હતાં. અહીંયા તેઓ સાત દિવસ રોકાવાના છે.

X
Abhishek Bachchan shares birthday photo with wife Aishwarya on social media
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી