ચર્ચા / ગુજરાત-દિલ્હી-મુંબઈ સહિત ભારતની 100 જગ્યાએ આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ થશે

Aamir Khan's 'Lal Singh Chaddha' to be shot in 100 places including Gujarat-Delhi-Mumbai

Divyabhaskar.com

Sep 19, 2019, 04:08 PM IST

મુંબઈઃ આમિર ખાન પોતાની ફિલ્મ્સ માટે ઘણું જ ધ્યાન રાખતો હોય છે. બોડી લુક પર પણ ઘણી જ મહેનત કરે છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પહેલી નવેમ્બરથી શરૂ થશે.

100 લોકેશન પર ફિલ્મ શૂટ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાને 20 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. ફિલ્મમાં આમિર પાઘડીમાં જોવા મળશે. વધુમાં આ ફિલ્મનું શૂટિંગ ભારતની 100 જેટલી અલગ-અલગ જગ્યાએ થશે.

બોલિવૂડની પહેલી ફિલ્મ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાનની ફિલ્મ બોલિવૂડની એવી પહેલી ફિલ્મ છે, જેનું ભારતની 100 જેટલી જગ્યાએ શૂટિંગ થશે. ફિલ્મમાં આમિર ખાનના પાત્રના જીવનની વાત કરવામાં આવશે, તેથી દરેક વખતે અલગ-અલગ જગ્યાએ શૂટિંગ કરવામાં આવશે. દેશભરમાં 100 જેટલા લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. આ માટે આમિર ખાન દિલ્હી, ગુજરાત, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ તથા હૈદરાબાદ સહિત ભારતના વિવિધ શહેરોમાં શૂટિંગ કરે તેવી શક્યતા છે.

દોઢ મહિનામાં લોકેશન ફાઈનલ કરશે
ફિલ્મમાં આમિર ખાનના પાત્રની ઉંમર નાનપણથી લઈ 50 વર્ષ સુધી બતાવવામાં આવશે. આમિર ખાન આ જર્નીને અલગ રીતે બતાવવા માગે છે અને તેથી જ તેણે અલગ-અલગ જગ્યાએ શૂટ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી દોઢ મહિનામાં આમિર ખાન પોતાની ટીમ સાથે લોકેશન ફાઈનલ કરશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રીમેક છે.

‘મોગુલ’માં પણ આમિર જોવા મળશે
આમિર ખાનની ગયા વર્ષે દિવાળી પર ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ઉપરાંત આમિર ખાન સ્વ. ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’માં કામ કરશે. આ ફિલ્મને સુભાષ કપૂર ડિરેક્ટ કરશે.

X
Aamir Khan's 'Lal Singh Chaddha' to be shot in 100 places including Gujarat-Delhi-Mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી