ફર્સ્ટ લુક / આમિર ખાનની દીકરી ઈરાનાં નાટકનું પહેલું પોસ્ટર રિલીઝ

Aamir Khan’s Daughter Ira Khan’s Directorial Debut Project First Look out

Divyabhaskar.com

Sep 04, 2019, 05:24 PM IST

મુંબઈઃ આમિર ખાનની દીકરી ઈરા થિયેટરથી કરિયરની શરૂઆત કરી રહી છે. ઈરા ‘યુરિપાઈડ્સ મેડિયા’ નાટકનું ડિરેક્શન કરશે. હવે, આ નાટકનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે.

શું છે પોસ્ટરમાં?
પોસ્ટર ફરહાત દત્તાએ પેઈન્ટ કરેલું છે. આ તસવીરમાં એક સ્ત્રીના હાથમાં ચાકુ છે અને ચાકુ લોહીથી લથબથ છે. સ્ત્રીના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઈરાનું આ નાટક ગ્રીક માયથોલોજી પર આધારિત છે. નોંધનીય છે કે આ નાટક પર ઈરાએ મહિનાઓ સુધી રિસર્ચ કર્યું છે. ટૂંક સમયમાં મુંબઈમાં આ નાટકનું રિહર્સલ શરૂ થશે. આ નાટકનું પ્રીમિયર ડિસેમ્બરમાં યોજાશે. જ્યારે મુંબઈ ઉપરાંત ભારતના અમુક જ શહેરોમાં આ નાટક યોજાશે.

સારિકા પ્રોડ્યૂસર છે
આ નાટક વીતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ સારિકા પ્રોડ્યૂસ કરી રહી છે. સારિકાએ કહ્યું હતું કે તે આ નાટકની પ્રોડ્યૂસર છે. ઈરા ઈચ્છતી હતી કે તે આ નાટકમાં કામ કરે પરંતુ હાલમાં જ એક્ટિંગ કરવા માગતી નથી. આથી જ તેણે નાટક પ્રોડ્યૂસ કરવાની વાત કરી હતી. ઈરા તેના માટે દીકરી જેવી છે. ઈરાના વિઝનથી તે ઈમ્પ્રેસ છે. ઈરા ડિરેક્ટર તરીકે ઘણી જ કોન્ફિડન્સ છે. સારિકા પોતાના પ્રોડક્શન હાઉસ નૌટકીસા હેઠળ આ નાટક પ્રોડ્યૂસ કરવાની છે. આ પ્રોડક્શન કંપનીમાં સારિકા ઉપરાંત તેનો ફ્રેન્ડ સચિન કમાની તથા તેની દીકરી અક્ષરા પણ જોડાયેલા છે.

X
Aamir Khan’s Daughter Ira Khan’s Directorial Debut Project First Look out

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી