સોશિયલ મીડિયા / આમિર ખાન દીકરી ઇરાના લાઈવ વર્કઆઉટ સેશનમાં અચાનક આવી ગયો, પુશઅપ કરવા સમયે બહાના બતાવ્યા

Aamir Khan suddenly arrives in Ira's live workout session, made excuse when trainer ask him to do pushup
X
Aamir Khan suddenly arrives in Ira's live workout session, made excuse when trainer ask him to do pushup

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:33 PM IST

લોકડાઉનમાં ઘરે રહીને સેલેબ્સ પરિવાર સાથે સમય પસાર કરવાની સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યા છે. આમિર ખાનની દીકરી ઇરા ઓનલાઇન સેશનની મદદથી વર્કઆઉટ કરી રહી છે. હાલમાં જ ઇરાએ પોપ્યુલર ટ્રેનર ડેવિડ પોઝનિક સાથે લાઈવ આવીને વર્કઆઉટ કર્યું હતું પણ સેશનની વચ્ચે અચાનક આમિર ખાન પણ આવી જાય છે.

ફિટનેસ ટ્રેનર ડેવિડે તેના ઇન્સ્ટાગ્રામ પર ઇરા સાથેનો લાઈવ વર્કઆઉટની વીડિયો શેર કર્યો હતો. ઇરા હેવી વર્કઆઉટ કરી રહી હતી અને અચાનક આમિર ખાન ફ્રેમમાં આવી જાય છે. આમિર ટ્રેનરને હાય કહે છે અને ડેવિડ તેને જોઈને સરપ્રાઈઝ થઇ જાય છે. ડેવિડ તેને પુશઅપ્સ કરવાનું કહે છે પણ આમિર ના કહીને જતો રહે છે. પિતાએ ના પાડતા ઇરા બોલી કે આવતી વખતે તે તેમને પુશઅપ્સ કરવા માટે ફોર્સ કરશે.

આમિર ખાનને ડેવિડે ટ્રેનિંગ આપી છે 
ડેવિડે આમિર ખાનનું ધૂમ 3 અને પીકેમાં ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. ડેવિડે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આમિરને ટ્રેનિંગ આપવા સમયે ઇરા તેમની સાથે ઘણો સમય વિતાવતી હતી પણ જ્યારે તેને વર્કઆઉટ કરવાનું કહેવામાં આવતું ત્યારે તે ભાગી જતી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી