અપકમિંગ / આમિર ખાને ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કર્યું, માતાએ મુહૂર્ત ક્લેપ આપ્યો

Aamir Khan starts shooting for film 'Lal Singh Chadha', mother gives muhurat clap

Divyabhaskar.com

Oct 31, 2019, 05:39 PM IST

મુંબઈઃ આમિર ખાને પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ આજથી (31 ઓક્ટોબર) શરૂ કરી દીધું છે. આ ફિલ્મનો મુહૂર્ત ક્લેપ એક્ટરની માતા ઝિન્નત હુસૈને આપ્યો હતો. આમિર ખાનની આ ફિલ્મ 1994મા આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આ ફિલ્મનું શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં થોડાં દિવસ કરવામાં આવશે. હાલમાં ઈન્ડોર શૂટિંગ કરવામાં આવશે અને પછી આઉટડોર શૂટ થશે. શૂટિંગ સાથે સંકળાયેલી માહિતી સિક્રેટ રાખવામાં આવી રહી છે.

ફિલ્મમાં ઈન્દિરા ગાંધી હત્યાકાંડ દર્શાવવામાં આવશે
‘લાલ સિંહ ચઢ્ઢા’માં સ્વર્ણ મંદિર નરસંહાર તથા ઈન્દિરા ગાંધી હત્યાકાંડ અંગે પણ બતાવવામાં આવશે. 31 ઓક્ટોબરના રોજ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી અને આ જ દિવસથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે, આ માત્ર સંયોગ છે કે જાણી જોઈને કરવામાં આવ્યું છે, તે તો માત્ર આમિર ખાન જ કહી શકે તેમ છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, વિજય સેતુપતિ, યોગીબાબુ સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મમાં આમિરે શિખની ભૂમિકા ભજવી છે, જ્યારે કરીના પ્રેમિકાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અતુલ કુલકર્ણીએ લખી છે અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફૅમ અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. આ ફિલ્મને આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.

કુંદન શાહ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રીમેક બનાવવા માગતા હતાં
90ના દાયકામાં કુંદન શાહ એક્ટર અનિલ કપૂર તથા શાહરુખ ખાન સાથે આ ફિલ્મની અનૌપચારિક રીમેક બનાવવા માગતા હતાં પરંતુ કેટલાંક કારણોસર આ ફિલ્મ બની શકી નહીં.

100 લોકેશન પર ફિલ્મ શૂટ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાને 20 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. ફિલ્મમાં આમિર પાઘડીમાં જોવા મળશે. વધુમાં આ ફિલ્મનું શૂટિંગ ભારતની 100 જેટલી અલગ-અલગ જગ્યાએ થશે.

બોલિવૂડની પહેલી ફિલ્મ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાનની ફિલ્મ બોલિવૂડની એવી પહેલી ફિલ્મ છે, જેનું ભારતની 100 જેટલી જગ્યાએ શૂટિંગ થશે. ફિલ્મમાં આમિર ખાનના પાત્રના જીવનની વાત કરવામાં આવશે, તેથી દરેક વખતે અલગ-અલગ જગ્યાએ શૂટિંગ કરવામાં આવશે. દેશભરમાં 100 જેટલા લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. આ માટે આમિર ખાન દિલ્હી, ગુજરાત, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ તથા હૈદરાબાદ સહિત ભારતના વિવિધ શહેરોમાં શૂટિંગ કરે તેવી શક્યતા છે.

દોઢ મહિનામાં લોકેશન ફાઈનલ કરશે
ફિલ્મમાં આમિર ખાનના પાત્રની ઉંમર નાનપણથી લઈ 50 વર્ષ સુધી બતાવવામાં આવશે. આમિર ખાન આ જર્નીને અલગ રીતે બતાવવા માગે છે અને તેથી જ તેણે અલગ-અલગ જગ્યાએ શૂટ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી દોઢ મહિનામાં આમિર ખાન પોતાની ટીમ સાથે લોકેશન ફાઈનલ કરશે.

X
Aamir Khan starts shooting for film 'Lal Singh Chadha', mother gives muhurat clap

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી