કમબેક / આમિર ખાને ડિરેક્ટર સુભાષ કપૂરને ક્લીન ચિટ આપી, ભૂષણ કુમારની ‘મોગુલ’માં પરત ફર્યો

Aamir Khan reverses his decision and Decides to work with director Subhash Kapoor in Mogul.

  • સુભાષ સાથે પહેલાં કામ કરી ચૂકેલી મહિલાઓને આમિર પર્સનલી મળ્યો અને તેમની સલાહ લઈને નિર્ણય બદલ્યો

Divyabhaskar.com

Sep 10, 2019, 01:05 PM IST

મુંબઈઃ ફિલ્મ પ્રોડ્યૂસર ભૂષણ કુમારની જિંદગીનો સૌથી એમ્બિશિયસ પ્રોજેક્ટ તેના પિતા ગુલશન કુમારની બાયોપિક 'મોગુલ' બનશે કે નહીં તેને લઈ શંકા કરવામાં આવતી હતી. જોકે, હવે આમિર ખાને આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં આમિર ખાને ડિરેક્ટર સુભાષ કપૂર સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. સુભાષ કપૂર પર મીટૂ મૂવમેન્ટ હેઠળ આરોપો મૂકવામાં આવ્યાં હતાં. જોકે, હવે આમિરે પોતાનો નિર્ણય બદલ્યો છે અને તે આ ફિલ્મ સાથે જોડાઈ ગયો છે. આ સાથે જ તેણે સુભાષ પ્રત્યે પણ સહાનુભૂતિ દર્શાવી છે.

આમિરે આ સંપૂર્ણ ઘટના પર શું કહ્યું?
‘જે સમયે હું તેમાં એક્ટ કરી રહ્યો હતો ત્યારે અમને સુભાષ કપૂરના કેસ વિશે ખબર નહોતી. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં મીટૂ મૂવમેન્ટ ચાલી ત્યારે આ કેસનો ઉલ્લેખ થયો અને અમને આ વિશે ખબર પડી. તેના પછી હું અને કિરણ ખૂબ ડિસ્ટર્બ થયા. અમે તેના પર ખૂબ લાંબી ચર્ચા કરી અને ફિલ્મથી અલગ થવાનો નિર્ણય કર્યો. અમે ફિલ્મથી અલગ તો થઈ ગયા પરંતુ અમને લાગી રહ્યું હતું કે અમારા આ સ્ટેપે અજાણતા એક વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તે નોકરી ગુમાવવાની તૈયારીમાં છે. જો તે નિર્દોષ સાબિત થયો તો શું થશે? અમે ખૂબ પરેશાન હતા. કાનૂન કોઈ વ્યક્તિને ત્યાં સુધી નિર્દોષ માને છે, જ્યાં સુધી તે ગુનેગાર સાબિત ના થઈ જાય. તો શું તેમને કામ કરવાની પરમિશન ના આપવી જોઈએ? મને આ સવાલો ખૂબ પરેશાન કરતા હતા. હું રાતે સૂઇ નહોતો શકતો. આ વર્ષે મે મહિનામાં IFTDA (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ એસોસિયેશન) તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સુભાષનો કેસ એક તરફી છે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મારે કોર્ટના નિર્ણયની રાહ જોવી. સુભાષને કામ મળતું નહોતું, એવામાં તે શું કરે? જ્યારે મેં તે પત્ર વાંચ્યો તો હું સ્વયંને વધુ ગુનેગાર માનવા લાગ્યો. તેના પછી અમે ઘણી બધી એવી મહિલાઓને મળવાનું નક્કી કર્યુ, જેમણે મિસ્ટર કપૂર સાથે કામ કર્યુ હતું. તેનાથી અમે એ જાણવા માગતા હતાં કે શું અન્ય મહિલાઓ પણ તેમની સાથે અસહજ છે? અમે હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ વગેરેનું કામ સંભાળી ચૂકેલી આશરે 10થી 12 મહિલાઓને મળ્યા હતાં. આ મહિલાઓએ મિસ્ટર કપૂરનો પક્ષ લીધો હતો. જોકે, આ મહિલાઓને સુભાષ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો પણ એનો અર્થ એવો નહોતો કે સુભાષ કપૂર અન્ય મહિલા સાથે ખરાબ વર્તન ના કરી શકે. અલબત્ત, તે 10-12 મહિલાઓ સાથે વાત કર્યાં બાદ અમને શાંતિ થઈ અને આ બધું ધ્યાનમાં રાખીને મેં IFTDAને પત્ર લખ્યો કે મેં મારો નિર્ણય બદલવાનું નક્કી કર્યું છે અને હું સુભાષ સાથે ફરીથી કામ કરીશ.’

X
Aamir Khan reverses his decision and Decides to work with director Subhash Kapoor in Mogul.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી